આંકડાશાસ્ત્ર પ્રમાણે અમિતાભ-રેખાનું મિલન શક્ય જ નહોતું

મુંબઈ, 10 ઑક્ટોબર : એક મહાન નાયક અને એક સદાબહાર નાયિકા... હા જી. અમે વાત કરી રહ્યાં છીએ અમિતાભ બચ્ચન અને રેખા વિશે કે જેમની લવ-સ્ટોરી બધા જ સાંભળવા ઇચ્છે છે. તેને અનુભવવા ઇચ્છે છે, પરંતુ બંને જ સિતારાઓ બીજાં તમામ મુદ્દે બોલે છે, સિવાય કે તમના પ્રેમ પ્રકરણ અંગે. બંને અંગે ઘણુ બધું લખાઈ ચુક્યું છે, પણ બધુ અધુરૂં છે.

Rekha Amitabh

બીજ બાજું આંકડાશાસ્ત્રીઓ જણાવે ચે કે બંનેને જ ખબર હતી કે બંને એક સાથે જીવન નહિં વિતાવી શકે અને બંને જ જુદાં-જુદાં જ ખુશ રહેશે. જો સાથ થયો તો જીવન નર્કથી પણ બદતર થશે. તેથી બંને આજે જુદાં-જુદાં છે, કારણ કે બંનેને ખબર છે કે જીવન માટે માત્ર પ્રેમ અને સાથની જ નહિં, પણ બીજી પણ ઘણી જરૂરિયાતો છે.

આંકડાશાસ્ત્રી જ્યોતિમા શર્માના જણાવ્યા મુજબ 1 અને 2 મૂળાંક ધરાવતાં લોકો ક્યારે પતિ-પત્ની ન બની શકે. કારણ કે રેખાનો જન્મ દિવસ 10મી ઑક્ટોબર છે અને અમિતાભનો 11મી ઑક્ટોબર તેથી રેખાનો મૂળાંક 1 અને અમિતાભનો મૂળાંક 2 થયો. અંકજ્યોતિષ મુજબ જો મૂળાંક 1ના લગ્ન મૂળાંક 2 સાથે થાય, તો તે 2 માટે તબાહીનું કારણ બની શકે. તે ક્યારેય 1ને પગલે આગળ નહિં વધી શકે અને જે કઈં પણ તેની પાસે છે, તે બધુ તેનાથી છુટી જશે.

જો ગોર કરવામાં આવે તો આ વાતો થોડી-ઘણી સાચી જેવી પણ લાગે છે. અમિતાભ અને રેખાનો અફસાનો જ્યારે શરૂ થયો હતો, ત્યારે અમિતાભ પરીણિત અને બે બાળકોનાં પિતા હતાં. જો રેખા સાથે તેઓ લગ્ન કરી લેત, તો તેમના પત્ી અને બાળકો સૌથી જુદાં થઈ જાત. અમિતાભ તે સમયે સફળતા તરફ આગળ વધી રહ્યા હતાં અને તેની પાછળ પત્ની જયાનો બહુ મોટો ફાળો હતો. જોજયા અમિતાભ સાથે ન હોત તો કદાચ તેની અસર અમિતાભના કરિયર ઉપર પણ પડત.

અને પછી કુલીના અકસ્માતે બધું બદલી નાંખ્યું. આંતરિક સૂત્રો મુજબ ઈજાગ્રસ્ત થયા બાદ અમિતાભને પણ લાગવા લાગ્યું કે રેખા તેમના માટે અનલકી જ છે. તેથી તેમણે રેખાથી અંતર વધાર્યો કારણ કે એવું લોકો માને છે કે રેખા જે કોઈના જીવનમાં ગયાં, તે પછી વિનોદ મહેરા હોય કે બિઝનેસ મૅન મુકેશ કુમાર, બંનેને જ બહુ વહેલી દુનિયા છોડી દીધી. કારણ કઈં પણ હોય, પરંતુ લોકો તેના માટે રેખાને જ અનલકી ઠેરવતા. તો શક્ય છે કે બંનેની જન્મ તારીખોને પગલે જીવનની કુંડળીઓ પણ મેળ ના ખાઈ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X