Revealed Zid Poster: પ્રિયંકા કરતા વધુ ‘સાહસિક’ લાગે છે બાર્બી!

મુંબઈ, 28 ઑક્ટોબર : વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ઝિદ ફિલ્મનું નવું પોસ્ટર આઉટ થઈ ગયું છે. પોસ્ટર દ્વારા ફિલ્મની લીડ અભિનેત્રી બાર્બી હાંડાએ ફિલ્મ વિશે ઘણા બધા ખુલાસા કરી નાંખ્યા છે. અનુભવ સિન્હા તથા મુશ્તાક શેખ આ ફિલ્મના નિર્માતા છે અને આ ફિલ્મ સાથે બ્રાબી હાંડા લૉન્ચ થવા જઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા મહીને થિયેટરમાં આવવાની છે.

સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ બાર્બી હાંડા બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફર્સ્ટ કઝીન છે અને ઝિદ સાથે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ ઝિદ સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે કે જેનો દર્શકો પણ ઇંતેજાર કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરાના એક બહેન પરિણીતી ચોપરા ઑલરેડી બૉલીવુડમાં સ્થાપિત અભિનેત્રી છે. જોકે પરિણીતીને પ્રિયંકા જેટલી સફળતા નથી મળી. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકાની વધુ એક બહેન બાર્બી હાંડાને કેવીક સફળતા મળે છે.

બાર્બી હાંડા તેલુગુ ફિલ્મ પ્રેમ ગીમા જનથા નાહીમાં ડેબ્યુ કરી ચુક્યા છે. હવે તેઓ તામિળ કૉમેડી ફિલ્મ નીયાલમ નાલા વરુવદામાં ડેબ્યુ કરવાના છે. આ ફિલ્મમાં બાર્બી એક ખાસ ગીત કરતા નજરે પડશે.

ઝિદ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરવા જઈ રહેલા બાર્બી હાંડા એક તાલીમબદ્ધ ડાન્સર છે. તેમણે પોતાના કૅરિયરમાં મદદ માટે બહેન પ્રિયંકાનો આભાર વ્યક્ત કર્યો. પ્રિયંકા-બાર્બી ડાબર હૅર ઑયલની જાહેરખબરમાં બંને સાથે નજરે પડ્યા હતાં.

બૉલીવુડમાં આવતા પહેલા પ્રિયંકા ચોપરાએ પણ તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી હતી. તેમણે સુપર સ્ટાર વિજય સાથે તામિઝન ફિલ્મમાં કામ કર્યુ હતું.

barbie-handa-8
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X