Pics : પોતાની આશિકીને જિતાવડા જીવન હારી બેઠો તે : રિવ્યૂ

મુંબઈ, 26 એપ્રિલ : આજના ભાગદોડ ભરેલા જીવનમાં જો આપ કેટલીક શાંતિની કે આશિકીની ક્ષણો માણવા માંગતા હોવ, તો સૌથી શ્રેષ્ઠ રીત છે મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ આશિકી 2 જોઈ આવો. ફિલ્મ આપની તમામ અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે, પરંતુ જો આપ માત્ર મગજથી ફિલ્મ જોવા જતા જશો, તો ફિલ્મ જોઈ એંટરટનેમેંટ તો થશે, પણ ફિલ્મના આત્મા તેમજ તેની અસલી કશિશને અનુભવી નહીં શકો. એક આશિકનું દર્દ, તેની ખુશી તથા તેની તડપ આ તમામ બાબતોથી આપ અજાણ જ રહી જશો. ફિલ્મ જોવા માટે, એન્જૉય કરવા માટે આપના હૃદયમાં પણ કોઈના માટે આશિકી હોવી ખૂબ જ જરૂરી છે.

વાર્તા : રાહુલ જયકર (આદિત્ય રૉય કપૂર) એક ખૂબ જાણીતો અને સફળ સિંગર છે. રાહુલ પોતાના આ જીવનથી ખૂબ જ કંટાળી ગયો છે અને નિરાશામાં તે દારૂના રવાડે ચડી ગયો છે. એક દિવસ ગોવામાં એક કૉન્સર્ટ બાદ તે દારૂ પી ગાડી ચલાવતાં આરોહી શિરકે (શ્રદ્ધા કપૂર) સાથે ભટકાઈ જાય છે. આ મુલાકાત બાદ એક દિવસ બારની શોધમાં રાહુલ જે બારે પહોંચે છે, ત્યાં આરોહી રાહુલનું જ એક હિટ ગીત ગાઈ રહી હોય છે. આરોહી અચાનક જ સામે આવી ચડેલા રાહુલને જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. આરોહીનો અવાજ સાંભળી રાહુલ તેને એક મોટી સિંગર બનાવવાનું નક્કી કરી લે છે અને તેને પોતાની સાથે મુંબઈ લઈ આવે છે. રાહુલ પોતાના અંકલને વાત કરી આરોહીને મોટી તક અપાવે છે અને આરોહી એક મોટી સિંગર બની જાય છે. આરોહીની સફળતાની સાથે જ લોકો રાહુની નિષ્ફળતાઓને પણ સાંકળવા લાગે છે કે જે રાહુલથી સહન નથી થતું અને તે આરોહીથી દૂર જવાની કોશિશ કરે છે, પરંતુ આરોહીનો પ્રેમ વારંવાર રાહુલને તેની નજીક લઈ આવે છે અને તે દરેક વાર આરોહીથી દૂર જવામાં નિષ્ફળ નિવડે છે. અંતે એક દિવસ રાહુલ એક નિર્ણય કરે છે કે જેથી તે આરોહીથી હંમેશ માટે દૂર થઈ જાય છે, પણ આરોહીને જીવવા માટે એક આશા છોડી જાય છે.

આવો તસવીરો વડે જાણીએ ફિલ્મનું દિગ્દર્શન, અભિનય અને સારાંશ.

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી 2 ફિલ્મમાં સિદ્ધાર્થ રૉય કપૂરના ભાઈ તેમજ વિદ્યા બાલનના દીયર આદિત્ય રૉય કપૂર અને શક્તિ કપૂરના પુત્રી શ્રદ્ધા કપૂરની આશિકી જોઈ આપને પણ રાહુલ અને આરોહી સાથે પ્રેમ થઈ જશે. બંને વચ્ચે ઊંડો પ્રેમ, એક-બીજા માટે પોતાને ખતમ કરવા સુધીનો ઝનૂન સાચે જ ફિલ્મના અંત સુધી આપના હૃદયમાં ધરબાઈ રહેશે.

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

મોહિત સુરીએ આશિકી 2ને આશિકી કરતાં સાવ જુદી દર્શાવવાનો પુરતો પ્રયત્ન કર્યો છે, પણ આમ છતાં કોણ જાણે કેમ ફિલ્મ જોતા-જોતા વારંવાર આશિકીના ગીતોની યાદ આવી જાય છે. શ્રદ્ધાનો માસૂમ ચહેરો, તેની ખામોશી અને આંખો અનેક વાર અનુ અગ્રવાલની યાદ અપાવી જાય છે.

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

લોકો આશિકી 2 તો ખાસ એટલા માટે જોશે કે ફિલ્મના ગીતો સાચે જ લાજવાબ છે. ગીતોએ એવો જાદુ ફેલાવ્યો છે કે લોકો આપોઆપ સિનેમા હૉલ તરફ ખેંચાઈ રહ્યાં છે. ખાસ તો અબ તુમ હી હો... મેરી આશિકી અબ તુમ હી હો... ગીતને તો આ વર્ષનું લવ એંથમ કહેવાઈ રહ્યું છે.

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ તેના ગીતો હિટ થઈ ગયા હતાં. આશિકી 2 સાથે પણ કંઇક આવું જ થયું છે. આશિકી 2ના ગીતોએ ફિલ્મ રિલીઝ થતા અગાઉ જ લોકોને તેનું ઘેલું લગાડ્યું છે. ફિલ્મ જોઈ બહાર આવતા દર્શકોના હોઠે તેના ગીતો ચડી જાય છે.

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી માટે જાન લુંટાવી દેતો આશિકી

આશિકી 2નું ટ્રેલર જોયા બાદ લોકોને લાગ્યુ હતું કે આશિકી 2 ફિલ્મ અભિમાનની કૉપી હશે, પરંતુ ફિલ્મ જોયા બાદ સ્પષ્ટ થશે કે તે કૉપી નથી. હા ફિલ્મની વાર્તા થોડી-ઘણી કેટલીક ફિલ્મોથી મળતી જરૂર લાગશે, પરંતુ મોહિત સુરીએ ફિલ્મને જે એંગલ આપ્યું છે, તે બહેતરીન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X