બીએ પાસ રિવ્યૂ : એક પુરુષે કેમ બનવું પડ્યું વેશ્યા?
ફિલ્મ : બીએ પાસ
દિગ્દર્શક : અજય બહેલ
કલાકારો : શિલ્પા શુક્લા, શાદાબ કમલ, દીપ્તિ નવલ, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા
સ્ટાર : 3.5
દિગ્દર્શક અજય બહેલની ફિલ્મ બીએ પાસ આજે રિલીઝ થઈ ગઈ. પ્રારંભિક ઓપનિંગ જોઇએ, તો ફિલ્મ બહુ બહેતરન લાગે છે. ફિલ્મનું શીર્ષક એટલું જોરદાર છે કે ફિલ્મ જોવા માટે લોકોમાં ઘણી ઉત્સુકતા પેદા થાય છે. બીજી બાજુ શાદાબ કમલ અને શિલ્પા શુક્લાએ પણ બહેતરીન કામ કર્યું છે. બીએ પાસ જોયા બાદ દર્શકોએ સારા પ્રત્યાઘાતો આપ્યાં છે. બીએ પાસને ટીકાકારો દ્વારા પણ સારા કૉમેંટ્સ મળી રહ્યાં છે. ફિલ્મ અંગે અગાઉથી જ ચર્ચાઓ ચાલતી હતી, કારણ કે ચક દે ફિલ્મથી ચર્ચામાં આવેલા શિલ્પા શુક્લા પહેલી વાર લીડ રોલમાં આવ્યાં છે.
શિલ્પા શુક્લા અને શાદાબ કમલ અંગે દર્શકોના મિશ્ર પ્રત્યાઘાત છે. કેટલાંકનું કહેવું છે કે બંનેએ સારૂ કામ કર્યું છે, તો કેટલાંકે જણાવ્યું કે શિલ્પા સામે શાદાબ થોડા ફીકા પડે છે. બીએ પાસ ફિલ્મનું ટ્રેલર અને પ્રોમો જોઈ લોકોને લાગ્યુ હતું કે ફિલ્મ બહુ બોલ્ડ હશે. એટલું જ નહિં, કેટલાંક લોકોએ તો બીએ પાસની સરખામણી પૂનમ પાન્ડે અભિનીત નશા ફિલ્મ સાથે કરી હતી, પણ આવી બધી ગેરસજમણ ખોટી પડી છે. બીએ પાસ એક યુવાન દ્વારા મજબૂરીઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવા માટે કરાતી સમજૂતીની વાર્તા છે. સરવાળે બીએ પાસ ફિલ્મ લોકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી છે.
બીએ પાસની વાર્તા જાણવા માટે સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો :

શાદાબ અને તેની બહેનો
મુકેશ (શાદાબ)ની બે બહેનો છે. મુકેશ અનાથ છે અને પોતાની બંને બહેનોની જવાબદારી તેની ઉપર જ છે. મુકેશની બહેનો સરકારી આશ્રમમાં રહે છે કે જ્યાં અનાથ છોકીરીઓને રાખવામાં આવે છે. મુકેશ પોતાની બહેનોને સારૂં શિક્ષણ આપવા માંગે છે અને તેમના સારા ઘરે લગ્ન થાય, તેવી તેની મહેચ્છા છે.

મુકેશ અને આંટી
મુકેશ પોતાની એક આંટી (ગીતા અગ્રવાલ) ના ઘરે રહે છે. આંટીનો એક પુત્ર છે કે જે ખૂબ જ કમીનો છે. મુકેશની આંટી પણ બહુ ખરાબ છે. તે મુકેશને ઘરમાં રાખે છે, પણ તેને મુકેશ જરાય નથી ગમતો. તે મુકેશ ઉપર ખરાબ નજર રાખે છે અને તેને યૂઝ કરવા માંગે છે. મુકેશ કોઈ પણ રીતે આંટીથી કાયમ અંતર જાળવવાનો પ્રયત્ન કરે છે.

ફસાઈ જાય છે મુકેશ
મુકેશ એમ તો કાયમ કોશિશ કરતો કે તે પોતાની આંટીથી દૂર રહે, પણ અંતે તે આંટીના ચુંગલમાં ફસાઈ જ જાય છે. મુકેશે પોતાની મજબૂરીઓના પગલે પોતાની આંટીને ખુશ રાખવું પડે છે અને તેને શારીરિક સુખ આપવું પડે છે. અહીંથી જ મુકેશના જીવનની એક નવી વાર્તા શરૂ થાય છે.

મુકેશ ઉપર આંટીની બહેનપણીની નજર
પોતાની આંટીના અત્યાચારો સહન કરતા મુકેશ ઉપર આંટીના બૉસની મિત્ર અને આંટીની કિટી પાર્ટી બહેનપણી સારિકા આંટી (શિલ્પા શુક્લા)ની નજર પણ પડે છે. સારિકા પણ મુકેશ પાસે ખુશ કરવાની અને શારીરિક સુખની અપેક્ષા ધરાવે છે. પહેલા તો મુકેશને કંઈ સમજાતું નથી, પણ પછી પોતાની મજબૂરીઓના પગલે મુકેશ પુનઃ પોતાનું શરીર વેચવા તૈયાર થઈ જાય છે.

બીએ પાસનો અંત
બીએ પાસ ફિલ્મનો અંત ખૂબ જ માર્મિક અને હૃદયસ્પર્શી છે. મુકેશની વાર્તા એક સામાન્ય છોકરાની વાર્તા છે કે જેની ઉપર બહુ બધી જવાબદારીઓ છે અને જે પોતાના ભાગ્ય આગળ મજબૂર થઈ ખોટો માર્ગ પસંદ કરી લે છે, પણ અંતે તેની સાથે શું થાય છે અને તેના તે નિર્ણયો તેને કઈ મંજિલે પહોંચાડે છે? જાણવા માટે જુઓ બીએ પાસ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
