ચક્રવ્યૂહ : ગંભીર મુદ્દે બનેલી એક સારી ફિલ્મ
ફિલ્મ : ચક્રવ્યૂહ
બૅનર : પ્રકાશ ઝા પ્રોડક્શન્સ, ઇરોઝ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ
નિર્માતા-નિર્દેશક : પ્રકાશ ઝા
સંગીત : સલીમ-સુલેમાન, વિજય વર્મા, સંદેશ શાંડિલ્ય, શાંતનુ મોઇત્રા, આદેશ શ્રીવાસ્તવ
કલાકાર : અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ બાજપાઈ, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી

સમીક્ષા : પ્રકાશ ઝાની બહુચર્ચિત ફિલ્મ ચક્રવ્યૂહ ગઈકાલે દશેરા પ્રસંગે થિયેટરોમાં રિલીઝ થઈ. ફિલ્મમાં નક્સલીઓની સમસ્યા દર્શાવાઈ છે. દેશના જ્વલં મુદ્દે બનેલ આ ફિલ્મ પ્રકાશ ઝાની બહેતરીન ફિલ્મોમાંથી એક છે. ફિલ્મ જે રીતે રજુ કરવામાં આવી છે, તે વાસ્તવમાં વખાણવા લાયક છે. કાયમ સામાજિક મુ્દાઓને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવનાર પ્રકાશ ઝાએ ચોક્કસ સારું દિગ્દર્શન કર્યું છે. વગર કોઈ તામઝામે તેમણે એક સારી ફિલ્મ બનાવી છે.
અભિનેતાઓની વાત કરીએ તો મનોજ બાજપાઈ અને અભય દેઓલના રોલ ઉચ્ચ કક્ષાના છે. અર્જુન રામ પાલ એવરેજ છે. તેમની જગ્યાએ બીજા કોઈને પણ લઈ શકાયા હોત. ઈશા ગુપ્તાએ અંગ પ્રદર્શન સિવાય કઈં ખાસ ઉકાળ્યું ની. તેમણે હજુ અભિનય ક્ષેત્રે ઘણું બધું શીખવાનું બાકી છે. સારું એ જ રહેશે કે તેઓ આ ઘણું બધું શીખી લે. અંજલિ પાટિલનું કામ સારું છે. ફિલ્મના પ્રમાણમાં સંગીત પણ ઠીકઠાક છે. આયટમ નંબર કેટલાંક સમય માટે સાંભળી શકાય છે. સરવાળે આ ફિલ્મ ગંભીર મુદ્દે બનેલ એક સારી ફિલ્મ છે કે જેને મગજથી વિચારનાર દર્શકો જરૂર પસંદ કરશે.












Click it and Unblock the Notifications
