Review : ગુંચવાયેલી અને કંટાળાજનક છે જ્હૉન ડે

મુંબઈ, 13 સપ્ટેમ્બર : નસીરુદ્દીન શાહ તથા રણદીપ હુડાની ફિલ્મ જ્હૉન ડે આજે થિયેટરોમાં આવી ગઈ છે. ફિલ્મની વાર્તા ખૂબ જ સસ્પેંસ ભરેલી અને ગુંચવણ ભરેલી છે કે જે ફર્સ્ટ હાફમાં કોઈને સમજાશે જ નહીં. સેકેંડ હાફમાં ફિલ્મના સસ્પેંસ સાથે જ ફિલ્મની વાર્તામાં થોડી સ્પીડ લાવવાના પ્રયત્નો કરાયાં, પરંતુ તે સ્પીડ ક્યાંકને ક્યાંક ફિલ્મ વિરુદ્ધ થઈ ગઈ. ફિલ્મમાં અનેક એવા સીન્સ નાંખવામાં આવ્યાં છે કે જે વગર કારણે જ નજરે પડે છે.

જોકે ફિલ્મની વાર્તા ખૂબ સમજી-વિચારીને અને જોડી-તોડીને લખાઈ છે અને દિગ્દર્શન પણ બહેતરીન છે, પરંતુ આમ છતાં ક્યાંકને ક્યાંક ફિલ્મ બોરિંગ થઈ જાય છે. એમ તો નસીરુદ્દીન શાહની ફિલ્મ છે તો ફિલમમાં ગ્રે શેડ્સની આશા સૌને હતી, પરંતુ આમ છતાં રણદીપ હુડ્ડા હોવાના કારણે લોકોને લાગ્યુ હતું કે કંઈક મસાલો અને એંટરટેનમેંટ પણ હશે. રણદીપે આ બાબતમાં નિરાસ કર્યાં. રણદીપ હુડા એક પોલીસ ઇંસ્પેક્ટરના રોલમાં છે અને તેમની વેશભૂષા, અંદાજ પોલીસના નહીં, પણ કોઈક ગુંડા કે ટપોરી જેવા જ લાગે છે.

રણદીપે એક ઇંટરવ્યૂ દરમિયાન કહ્યુ હતું કે જ્હૉન ડે એક બદલો અને માફી પર આધારિત વાર્તા છે, પરંતુ ફિલ્મ જોયા બાદ આપને લાગશે કે ફિલ્મમાં માફી ક્યાંય નથી. માત્ર ને માત્ર બદલો જ છે. નસીરુદ્દીનની એક્ટિંગ બહેતરીન છે અને સાથે રણદીપે ખૂબ પ્રયત્નો કર્યાં છે, પરંતુ એક્ટર તરીકે તેઓ ફેલ રહ્યાં છે. ઉપરાંત ફિલ્મની અભિનેત્રીએ ક્યાંકને ક્યાંક લોકોને થોડાંક ઇમ્પ્રેસ જરૂર કર્યાં છે, પરંતુ તેમને કોઈ ખાસ ઇમ્પ્રેસિવ સીન્સ અપાયાં જ નથી. સરવાળે આ એક સસ્પેંસ થ્રિલર ફિલ્મ છે, પણ ફિલ્મની વાર્તા ખૂબ જ બોરિંગ છે.

આવો તસવીરો સાથે જાણીએ જ્હૉન ડે ફિલ્મની વાર્તા :

જ્હૉનની દીકરીનું મોત

જ્હૉનની દીકરીનું મોત

જ્હૉન ડે (નસરુદ્દીન શાહ) એક બૅંકમાં કામ કરે છે. જ્હૉનની દીકરી પોતાના બૉયફ્રેન્ડ સાથે તેના બૉયફ્રેન્ડના મિત્રના અંકલની ખાલી પડેલી પ્રૉપર્ટી (કૅસાબ્લાંકા) ખાતે પિકનિક માટે જાય છે. અચાનક જ તે પ્રૉપર્ટીમાં કે જે જંગલની વચ્ચોવચ છે, આગ લાગી જાય છે અને છોકરીનું મોત થઈ જાય છે.

જ્હૉનની પત્ની ઉપર હુમલો

જ્હૉનની પત્ની ઉપર હુમલો

થોડાક વર્ષ બાદ જ્હૉનની ઑફિસે એક મામસ આવે છે કોઈક ગેરકાયદે કામ કરવાવવા માટે. તેને ઘરેથી ફોન આવે છે કે તેની પત્નીને કેદ કરવામાં આવી છે અને તે બૅંકમાં ધાડ પડાવવા માટે કહેવામાં આવે છે. જ્હૉન ડે આમ કરે છે અને તે લૂંટ દરમિયાન તેની નજર પડે છે કૅસાબ્લાંકા પ્રૉપર્ટીના કાગળો પર.

જ્હૉનની પત્ની કૉમામાં

જ્હૉનની પત્ની કૉમામાં

જ્હૉનની પત્નીના માથામાં જોરદાર ઈજા પહોંચે અને તે કૉમામાં જતી રહી છે. જ્હૉન છેલ્લે કંટાળીને પોતાની દીકરી અને પત્નીની આ હાલત માટે બદલો લેવાનો સંકલ્પ કરે છે. તેને જાણવા મળે છે કે કૅસાબ્લાંકામાં આગ લગાડવામાં આવી હતી પ્રૉપર્ટીના ચક્કરમાં.

જ્હૉન કરે છે તપાસ

જ્હૉન કરે છે તપાસ

જ્હૉન ડે કૅસાબ્લાંકા અંગે સમ્પૂર્ણ માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે. તેને જાણવા મળે છે કે હકીકતમાં આ સરકારી સમ્પત્તિ છે કે જે કિસાનોને અપાઈ હતી, પરંતુ કેટલાંક લોકોએ ગેરકાયદે રીતે તેને પચાવી પાડી છે અને તેને નામ અપાયું છે કૅસાબ્લાંકા. પ્રૉપર્ટીમાં આગ લગાડાયા બાદ તેનું ક્લેમ કરાયું અને ઘણા પૈસા પણ તેનાથી આ લોકોને મળ્યાં.

તમામ ચાલ રણદીપની

તમામ ચાલ રણદીપની

જ્હૉન ડેને જાણ થાય છે કે ગૌતમ (રણદીપ હુડા) એક પોલીસ ઇંસ્પેક્ટર છે અને તે ઇન્ડિયાની એક ગૅંગ સાથે છે, પરંતુ પૈસા માટે ફૉરેનની એક પાર્ટી સાથે મળી પોતાની જ ગૅંગ વિરુદ્ધ સાજિશ રચી રહ્યો છે અને તે પ્રૉપર્ટી તેમને વેચી રહ્યો છે. અંતે જ્હૉન ડે રણદીપને પકડી લે છે અને સાથે જ જે લોકોએ તે પ્રૉપર્ટીમાં આગ લગાડી હતી, તેમને પણ પકડીને પોતાનો બદલો લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X