Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Review : એક્શન, રોમાંસ, કિક અને કિક અને કિક...

ફિલ્મ : કિક
રેટિંગ : ****
નિર્માતા : સાજિદ નડિયાદવાલા
દિગ્દર્શક : સાજિદ નડિયાદવાલા
કલાકારો : સલમાન ખાન, જૅકલીન ફર્નાન્ડીઝ, નવાઝુદ્દીન સિદ્દીકી, રણદીપ હુડા, મિથુન ચક્રવર્તી, નરગિસ ફખરી

કિક એક ખૂબ જ સામાન્ય શબ્દ છે, પરંતુ આજે તે ખાસ બની ગયો છે, કારણ કે હવે તે સલમાન ખાનની ફિલ્મનું નામ છે કે જે આજે રિલીઝ થઈ છે. કિકમાં શરુઆતથી લઈ અંત સુધી કિક છે. સલમાનના ફૅન્સ માટે સાજિદ નડિયાદવાલા નિર્મિત-દિગ્દર્શિત કિક આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની શકે છે. જ્યાં સુધી બૉક્સ ઑફિસનો સવાલ છે, તો તેના આંકડાઓ માટે આપણે રાહ જોવી જ રહી.

વાર્તા : સલમાન ખાનની ફિલ્મ હોય અને વાર્તાની વાત કરવી હોય, તો થોડુંક વિચારવું પડે. કારણ કે આ સલમાનની ફિલ્મ છે, તો ફિલ્મમાં તે તમામ મસાલાઓ હોય જ કે જે તેમના ફૅન્સ ગમતા હોય, પરંતુ વાર્તાને થોડીક વધુ શ્રેષ્ઠ બનાવી શકાઈ હોત. કિક ફિલ્મની શરુઆત થાય છે શાયના (જૅકલીન ફર્નાન્ડીઝ)થી. શાયના પોતાના પિતાના કહેવા પર હિમાંશુ ત્યાગી (રણદીપ હુડા)ને મળે છે. હિમાંશુ એક પોલીસ ઇંસ્પેક્ટર છે અને તે ડેવિલને શોધી રહ્યો છે. શાયના હિમાંશુ સાથે મુલાકાત દરમિયાન પોતાના પ્રથમ પ્રેમ દેવીલાલ સિંહ (સલમાન ખાન) વિશે બતાવે છે. શાયનાનો આ ભૂતપૂર્વ પ્રેમી એટલે કે દેવી લાલ સિંહ એવો માણસ છે કે જે પોતાની જિંદગીમાં કિકની શોધમાં ક્યાંય પણ સ્થિર નથી રહી શકતો.

હવે સવાલ ઊભા થાય છે કે હિમાંશુની શોધનો આ ડેવિલ કોણ છે? હિમાંશુ તેને પકડી પાડે છે કે કેમ? શાયના પોતાના પ્રથમ પ્રેમી દેવીલાલ સિંહને ભુલાવી હિમાંશુને પોતાની બનાવે છે? આવા જ સવાલોનો જવાબ આપશે કિક.

ચાલો હાલ તો આપને બતાવીએ કિક ફિલ્મના કેટલાક ખાસ પાસાઓ :

સલમાન ખાન

સલમાન ખાન

સલમાને ફિલ્મમાં બહેતરીન અભિનય કર્યો છે. પોતાના ફૅન્સની અપેક્ષાએ ખરો ઉતરવા સલમાને પોતાનું સો ટકા આપ્યું છે. એટલુ જ નહીં, સલમાને ફિલ્મના દરેક ગીતમાં બહેતરીન ડાન્સ કર્યો છે.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાનડીઝે પણ ફિલ્મમાં અભિનય સારો કર્યો છે. હિન્દી ઓછી સમજવા છતા જૅકલીનના દરેક સીન દરમિયાન એક્સપ્રેશન તથા તેમની હાજરી જણાતી હતી.

રણદીપ હુડા

રણદીપ હુડા

રણદીપ હુડાએ પણ સારૂ કામ કર્યુ છે. રણદીપે પોતાના ઇંસ્પેક્ટરના પાત્રને ખૂબ જ સુંદર રીતે પડદે ઉતાર્યુ છે, પણ ક્યાંકને ક્યાંક તેઓ પોતાના અભિનયને પોતાની કક્ષા સુધી પહોંચાડી નથી શક્યાં.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું પાત્ર થોડુક નાનુ હતું, પણ ઓછા સમયમાં પણ તેમણે બાકીના કલાકારોની છુટ્ટી કરી નાંખી છે. નવાઝના પાત્રને થોડુક વધુ સ્ક્રીન સ્પેસ મળ્યુ હોત, તો કજાત ફિલ્મ વધુ મનોરંજક બની શકી હોત. નવાઝુદ્દીનના કૉમિક તથા રોષ ધરાવતા મિશ્ર સિક્વંસ બહેતરીન છે.

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી

મિથુન દાએ પણ સલમાનના પિતા તરીકે બહેતરીન અદાકારી કરી છે. દર્શકોને પુત્ર સલમાન જ નહીં, પિતા મિથુનના પાત્ર દ્વારા પણ બહેતરીન કિક મળે છે.

સંગીત

સંગીત

કિકના ગીતો ફિલ્મી સૌથી મોટી કિક છે. ફિલ્મનું દરેક ગીત આજની યુવાન પેઢીની જીભે ચઢી ચુક્યું છે. સલમાને પોતાનો અવાજ આપી ગીતોને વધુ બહેતર બનાવ્યાં છે. હૅંગઓવર..., તેરે બિના કિક મુઝે લગતી નહીં..., જુમ્મે કી રાત... ગીતોએ ફિલ્મ દરમિયાન લોકોનો ઉત્સાહ જાળવી રાખ્યો.

એક્શન

એક્શન

મ્યુઝિક ઉપરાંત કિકની એક્શન્સ પણ પૉઝિટિવ પૉઇંટ છે. કિકમાં વર્લ્ડ ક્લાસ એક્શન બતાવાઈ છે. સલમાને પોતે એક્શન સિક્વંસ કર્યા છે અને પડદા પર તે જોવા જેવા છે. જોકે કેટલાક એક્શન સિક્વંસ દરમિયાન મગજમાં ધૂમનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે, તો આશ્ચર્ય ન પામતાં.

દિગ્દર્શન

દિગ્દર્શન

સાજિદ નડિયાદવાલાએ ફરી એક વાર સાબિત કરી આપ્યું કે સલમાનની ફિલ્મ કેવી હોય છે. કિકનું દિગ્દર્શન કમાલનું છે. નેગેટિવ પૉઇંટની વાત કરીએ, તો તે દરેક ફિલ્મમાં હોય છે, પરંતુ સલમાનની ફિલ્મ હોય, તો કેટલીક ખામીઓને અવગણી શકાય. ફૅન્સની અપેક્ષા મુજબ કિકમાં બધુ જ છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

કિક એવી ફિલ્મ છે કે જે ખાસ તો સલમાનના ફૅન્સ માટે જ બની છે. ફિલ્મમાં તમામ મસાલા છે. એક્શન, રોમાંસ, ઇમોશન અને કિક. ફિલ્મ ન જોવાનું કોઈ કારણ નથી, એટલે કિક જોઈ જ લેવી જોઇએ. એમ પણ ઈદ પ્રસંગે ભાઈ ઈદીનો હક ધરાવે જ છે અને તે ઈદી આપણે ફિલ્મ જોઈને જ આપી શકીએ.

કોણે-કોણે મારી કિક?

કોણે-કોણે મારી કિક?

સલમાનને કોણે-કોણે મારી કિક? જુઓ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કોણ-કોણ પહોંચ્યું?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X