For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદ્રાસ કૅફે રિવ્યૂ : એક કડવું સત્ય મનોરંજન સાથે!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : મદ્રાસ કૅફે
સ્ટાર : 4.5
કલાકારો : જ્હૉન અબ્રાહમ, નરગિસ ફખરી
દિગ્દર્શક : સુજીત સરકાર
નિર્માતા : જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કૅફે આજે રિલીઝ થઈ છે. જોકે જ્હૉને પોતાના ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેમણે આ ફિલ્મ કોઈ ઍવૉર્ડ માટે નથી બનાવી, પણ આ ફિલ્મ માત્ર ભારતના નવયુવાનોને ઇતિહાસની કેટલીક એવી બાબતોથી રૂબરૂ કરાવવા માટે બનાવી છે કે જેના અંગે આપણા ઇતિહાસના પુસ્તકોમાં કંઈ પણ નથી લખ્યું. મદ્રાસ કૅફે ફિલ્મમાં રાજીવ ગાંધીના નિધન સાથે જોડાયેલી એક ઘટનાનો વિસ્તૃત વિવરણ અપાયું છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે રાજીવ ગાંધીને મારવાનો પ્લૉટ તૈયાર કરાયો અને કયા કારણોસર તેમની હત્યા કરાઈ.

વાર્તા : મદ્રાસ કૅફે ફિલ્મ સમ્પૂર્ણપણે તામિળ સંગઠન દ્વારા આઝાદી અંગે ચલાવાતી ઝુંબેશ વિશે દર્શાવાયું છે. શ્રીલંકામાં તામિળ સંગઠન એલટીટીએફ કે જેને અન્ના ચલાવે છે. અન્નાની માંગણી છે કે તામિળનાડુને અલગ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. તે પોતાની જાતને ઇન્ડિયન ગણાવવા નથી માંગતો. તેથી અન્ના એક ફોર્સ બનાવે છે અને ઇન્ડિયા સાથે સિવિલ વૉર કરવાની તૈયારી કરી લે છે, પણ ઇન્ડિયન પીએમ કોઈ પણ વૉર નથી ઇચ્છતાં અને શાંતિપૂર્વક વાતચીત દ્વારા પ્રશ્ન ઉકેલવા માંગે છે. જોકે અન્ના હિંસા દ્વારા જ તામિળનાડુને અલગ દેશ બનાવવા માંગે છે. તે પોતાની આ કોશિશમાં બ્રિટિશ દેશોની મદદ પણ લે છે. અન્ના ઇન્ડિયન પીએમની હત્યાનો પ્લાન રચે છે કે જેથી તેની વૉરમાં કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય.

ઇન્ડિયાને એક ફાસ્ટ ગ્રોઇંગ દેશ તરીકે જોતું બ્રિટિશ પણ ઇચ્છે છે કે તેમને ઇન્ડિયા ઉપર રાજ કરવાની તક મળી જાએ. તેથી તેઓ અન્નાની મદદ કરે છે કે જેથી તેમને પણ ફાયદો થાય, પણ ઇન્ડિયન રૉ એજંસી બ્રિટિશર્સની આ મંશાને પૂર્ણ થવા નથી દેતા.

આવો તસવીરો સાથે જાણીએ જ્હૉન અબ્રાહમ અને નરગિસ ફખરી અભિનીત ફિલ્મ અંગે :

જ્હૉન એક રૉ એજંટ

જ્હૉન એક રૉ એજંટ

જ્હૉન અબ્રાહમ મદ્રાસ કૅફેમાં એક રૉ એજંટ વિક્રમ સિંહની ભૂમિકામાં છે. જ્હૉન શ્રીલંકામાં ચાલતી સિવિલ વૉર રોકવા તથા શાંતિપૂર્વક બધુ પાર પાડવા પોતે શ્રીલંકા આવે છે, પણ તેના પ્રયત્નો નિષ્પળ જાય છે, કારણ કે જ્હૉનની ટીમનો જ એક સભ્ય અન્નાને તમામ ખબરો આપે છે.

જ્હૉનનું અપહરણ

જ્હૉનનું અપહરણ

અન્ના જ્હૉનનું અપહરણ કરાવી લે છે, કારણ કે જ્હૉન વૉર ખતમ કરવાની કોશિશ કરતો હતો. જ્હૉનને અંતે ઘણું ટૉર્ચર કર્યા બાદ તેઓ છોડી દે છે, પણ જ્હૉન ડરીને પાછો નથી જતો અને આ સમસ્યા હલ કરવામાં પુનઃ લાગી જાય છે.

જ્હૉનની પત્નીની હત્યા

જ્હૉનની પત્નીની હત્યા

અન્ના જ્હૉનને મારવા પોતાના માણસો મોકલે છે, પણ જ્હૉન ન મળતાં તેઓ તેની પત્નીને મારી નાંખે છે. પત્નીના મોત બાદ પણ જ્હૉન મિશનમાં લાગેલો જ રહે છે.

પીએમને મારવાનો પ્લાન

પીએમને મારવાનો પ્લાન

શાંતિ ઇચ્છતા ઇન્ડિયન પીએમને મારવા માટે અન્ના પ્લાન બનાવે છે અને પોતાની ટીમ હૈદરાબાદ મોકલે છે. હૈદરાબાદ ખાતે પીએમની રેલીમાં તેમને બૉમ્બથી ઉડાવી દેવામાં આવે છે.

નરગિસ રિપોર્ટર

નરગિસ રિપોર્ટર

મિશન દરમિયાન જ્હૉનની મુલાકાત એક રિપોર્ટર જયા એટલે કે નરગિસ ફખરી સાથે થાય છે કે જે શ્રીલંકામાં ચાલતી ગતિવિધિઓનું કવરેજ કરે છે. નરગિસ પણ જ્હૉનની બહુ મદદ કરે છે, પણ જ્યારે લોકો તેની ઉપર જ્હૉન માટે કામ કરવા અંગેનો શક કરે છે, તો તે શ્રીલંકા છોડી લંડન પરત ફરી જાય છે.

ઇતિહાસ બતાવવાની કોશિશ

ઇતિહાસ બતાવવાની કોશિશ

જ્હૉને પોતાના ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેમણે આ ફિલ્મ કોઈ ઍવૉર્ડ માટે નથી બનાવી, પણ આ ફિલ્મ માત્ર ભારતના નવયુવાનોને ઇતિહાસની કેટલીક એવી બાબતોથી રૂબરૂ કરાવવા માટે બનાવી છે કે જેના અંગે આપણા ઇતિહાસના પુસ્તકોમાં કંઈ પણ નથી લખ્યું.

English summary
Madras Cafe movie is an Indian political thriller in which John Abraham plays as an Indian intelligence agent, while Nargis Fakhri as an international reporter. The film also deals with the subject of terrorism. The movie is set against the backdrop of the assassination of Indian Prime Minister Rajiv Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X