For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : ‘મસ્ત’ થવું હોય તો ચોક્કસ જુઓ મસ્તરામ!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : મસ્તરામ
નિર્માતા : સંજીવ સિંહ પાલ અને અજય રાય
દિગ્દર્શક : અખિલેશ જયસવાલ
કલાકારો : રાહુલ બગ્ગા અને તારા એશા બેરી
સ્ટાર : 3.5

મસ્તરામ ફિલ્મના નામથી જ આપને જૂના જમાનાના મસ્તરામ પુસ્તકોની યાદ આવી જશે કે જેમાં શબ્દોના માધ્યમથી લોકોની સેક્સ સંબંધી ઇચ્છાઓને તૃપ્ત કરાતી હતી. આવા તમામ પુસ્તકો જોકે માત્ર લેખકની એક ખોટી દુનિયા પર આધારિત હોતા હતાં અને તેમની વાર્તાઓ પણ કાલ્પનિક જ હતી, પરંતુ આવી જ વાર્તાઓ પાછળ એક સત્ય પણ હતું કે જે કોઈ નહોતુ જાણતું.

યુવાવર્ગમાં ખૂબ જ જાણીતા રહેલ આવા પુસ્તકોને ધ્યાનમાં રાખી દિગ્દર્શક અખિલેશ જયસવાલે એક કાલ્પનિક વાર્તા લખી અને તેના આધારે ફિલ્મ મસ્તરામ બનાવી. શક્ય છે કે મસ્તરામ ફિલ્મ પરિવાર સાથે બેસીને જોવા યોગ્ય ન હોય, પણ બૉક્સ ઑફિસે ફિલ્મના રિસ્પૉન્સ અંગે એટલું જરૂર કહી શકાય કે મસ્તરામ ભલે હિટ ન થાય, પણ પિટાશેય નહીં.

ચાલો મસ્તરામ ફિલ્મની તસવીરો સાથે જાણીએ વાર્તા :

રાજારામ-રેણુની વાર્તા

રાજારામ-રેણુની વાર્તા

મસ્તરામ ફિલ્મની વાર્તા એક નાનકડા શહેરમાં એક બૅંક ક્લર્કની નોકરી કરતાં રાજારામ (રાહુલ બગ્ગા) તથા તેની પત્ની રેણુ (તારા એશા બેરી)ની વાર્તા છે.

વાર્તા લખવાનો શોખીન રાજારામ

વાર્તા લખવાનો શોખીન રાજારામ

રાજારામને વાર્તાઓ લખવાનો બહુ શોખ છે. તે ઇચ્છે છે કે કોઈ બુક પબ્લિશર તેની વાર્તાઓ છાપે કે જેથી તે પોતાની બૅંકની નોકરી છોડી પોતાનું મનગતમું કામ કરી શકે.

મસાલેદાર વાર્તાઓની માંગ

મસાલેદાર વાર્તાઓની માંગ

એક દિવસ એક પબ્લિશર રાજારામનું પુસ્તક છાપવા તૈયાર થઈ જાય છે, પણ તે રાજારામને કહે છે કે તેણે પોતાની વાર્તાઓમાં થોડોક મસાલો ઉમેરવો પડશે. સામાન્ય વાર્તાઓ કોણ વાંચે છે?

અને હિટ થઈ જાય છે રાજારામ

અને હિટ થઈ જાય છે રાજારામ

રાજારામ મસાલાની શોધમાં બહુ ભટકે છે અને ઘણુ વિચાર્યા બાદ તે એવા-એવા મસાલા પોતાની વાર્તાઓમાં નાંખે છે કે તેની વાર્તાઓ એક પછી એક લોકો વચ્ચે પૉપ્યુલર થતી જાય છે.

પોર્ન વાર્તાઓની જિંદગી પર અસર થાય છે?

પોર્ન વાર્તાઓની જિંદગી પર અસર થાય છે?

અહીંથી જ શરૂ થાય છે રાજારામનો પોર્ન આધારિત વાર્તાઓ અને પુસ્તકો લખવાનો સિલસિલો. રાજારામની જિંદગીમાં તેમની આ પોર્ન વાર્તાઓ કેવો બદલાવ લાવે છે? આ સવાલનો જવાબ તો ફિલ્મ જોઈને જ મળી શકશે.

English summary
Mastram movie is a story of a young writer who is a bank clerk but wants to write stories. One publisher aakes him to write stories with masala and then he starts writing Porn novels and stories. Rahul Bagga and Tara starer Mastram is a based on fiction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X