For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ રિવ્યુ : બૉલીવુડનું 'મિશન મંગળ' સફળ રહ્યુ

માર્સ ઓર્બિટર મિશન(MOM),ભારતનું પહેલું મંગળ અભિયાન છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન (ISRO)ના આ મહત્વાકાંક્ષી મંગળયાન મિશન પર આધારિત છે આ ફિલ્મ 'મિશન મંગળ'.

|
Google Oneindia Gujarati News

Rating:
3.5/5
Star Cast: વિદ્યા બાલન, અક્ષય કુમાર, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કિર્તી કુલ્હારી, શરમન જોશી
Director: જગન શક્તિ

માર્સ ઓર્બિટર મિશન(MOM),ભારતનું પહેલું મંગળ અભિયાન છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાન (ISRO)ના આ મહત્વાકાંક્ષી મંગળયાન મિશન પર આધારિત છે આ ફિલ્મ 'મિશન મંગળ'. 5 નવેમ્બર 2013ના રોજ મંગળ ગ્રહની પરિક્રમા કરવા માટે એક ઉપગ્રહ આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી pslv સી 25 દ્વારા સફળતાપૂર્વક છોડવામાં આવ્યુ. જે દરેક ભારતીયો માટે ગર્વની વાત છે. આ ગૌરવભરી ક્ષણને પડદા પર ઉતારવાનું કામ કર્યુ છે ફિલ્મના ડાયરેક્ટર જગન શક્તિએ.

ફિલ્મની કહાણી

ફિલ્મની કહાણી

મિશન મંગળ ફિલ્મમાં ઈસરોના વૈજ્ઞાનિક રાકેશ ધવન(અક્ષય કુમાર) અને તારા શિંદે(વિદ્યા બાલન)બન્યા છે. મિશન મંગળ એક અશક્ય પગલું છે. આ અસંભવ પ્રોજેક્ટને શક્ય બનાવ્યુ આ ટીમે, જેમને પ્રોજેક્ટ માટે ફંડ આપવાની ના પાડી દેવાઈ હતી. રાકેશ અને તારાએ મળી પોતાની ટીમ તૈયાર કરી અને આ મિશન તૈયારી કર્યુ. અગત્યની વાત તો એ છે કે, આ મિશનને આ ટીમે અડધા સમય અને ફંડમાં પૂરું કર્યુ. 5 સ્ત્રીઓ અને 2 પુરુષોની આ ટીમે રોકેટ નિર્માણ માટે મંગળની કક્ષામાં પ્રવેશ કરવા માટે એક ઉપગ્રહનું સંચાલન કરતી જોવા મળે છે. જેમાં મનોરંજનનો મસાલો પણ ઉમેરાયો છે. આ મિશન પૂરું કરવામાં અનેક મુશ્કેલીઓ આવી, તેમાં પ્રોફેશનલ અને પર્સનલ બંને રીતે કયા પ્રશ્નો ઉભા થયા તેને જોવા માટે તમારે થિયેટરમાં જરૂર જવું જોઈએ.

ફિલ્મના કલાકારો

ફિલ્મના કલાકારો

ફિલ્મમાં વિદ્યા બાલન, અક્ષય કુમાર, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કિર્તી કુલ્હારી, શરમન જોશી, એચ.જી દત્તાત્રેય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યાં અક્ષય કુમારે એક વાર ફરી પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધુ છે. ત્યાં જ વિદ્યા બાલન શરૂઆતથી અંત સુધી દમદાર અભિનય આપી રહી છે. ફિલ્મમાં તેમના જોશ, ઉત્સાહ, ડર, અપેક્ષા, બેચેનીને ખૂબ ચીવટથી દર્શાવાઈ છે. બાકીના સ્ટારકાસ્ટ પણ પોતાના અભિનયને સારી રીતે ભજવી રહ્યા છે. નિત્યા મેનને આ ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો છે. સંજય કપૂર, દિલીપ તાહિલ અને વિક્રમ ગોખલે પણ પોતાના સંક્ષિપ્ત ભૂમિકામાં ફીટ છે.

બૉલીવુડનું આ મિશન સફળ રહ્યુ

બૉલીવુડનું આ મિશન સફળ રહ્યુ

આ ભારતના અંતરિક્ષ મિશન પર બનેલી ફિલ્મ છે. એ કહેવું જરાય ખોટુ નથી કે, બૉલીવુડનું આ મિશન સફળ રહ્યુ. ફિલ્મના ડાયરેક્ટર જગન શક્તિએ આ કહાણીને વિજ્ઞાન સાથે જોડાયેલી હોવા છતાં મનોરંજક બનાવી છે. ક્લાઈમેક્સ સુધી જતા જતા આ ફિલ્મ તમને આ મિશનની ગૌરવ ભરેલી ક્ષણને જીવવાની તક આપે છે. જો કે કલાકારોને જોતા આ ફિલ્મમાં કેટલાક એવા સીન અને સંવાદ નાખવામાં આવ્યા છે. જે જબરજસ્તી નાખવામાં આવ્યા હોય તેવા લાગે છે. મેટ્રોમાં છોકરાઓને પકડીને મારતી સ્ત્રીઓને જોઈ 'ચક દે ઈન્ડિયા, યાદ આવે છે. ફિલ્મમાં આ મહિલાશક્તિને દેખાડવાની જરાય જરૂર જણાતી નથી.

ફિલ્મને 3.5 સ્ટાર

ફિલ્મને 3.5 સ્ટાર

દર વર્ષે 15 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ રિલિઝ થવી અને તેને પરિવાર સાથે જોવાની એક પરંપરા બનતી જઈ રહી છે. વજનદાર વિષય સાથે બનેલી આ ફિલ્મમાં ભરપૂર મનોરંજન જોવા મળે છે. સાથે જ આ એક એવી કહાણીને સામે લાવે છે જેના પર તમામ ભારતીઓને ગર્વ અનુભવાય. મિશન મંગળને 3.5 સ્ટાર આપવા બને છે.

English summary
Mission mangal movie review and rating in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X