Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Review : 5 કારણો કે જેથી પીકે ફિલ્મ જોવી જ જોઇએ!

મુંબઈ, 19 ડિસેમ્બર : સામાન્ય રીતે નાના બાળકોના માસૂમ સવાલોથી આપણે હેરાન થઈ જઇએ છીએ, પણ નારાજ નથી થતાં, કારણ કે સવાલ એટલા માસૂમ હોય છે કે તેમને ઇગ્નોર નથી કરી શકાતા અને નારાજ થવું મુશ્કેલ થઈ પડે છે. કંઇક એવા જ સવાલો છે પીકેના કે જેમને સાંભળતા-સાંભળતા આપ હેરાન થઈ જશો, પણ પીકેને ઇગ્નોર નહીં કરી શકો.

આમિર ખાનની ફિલ્મ પીકે આજે રિલીઝ થઈ ગઈ છે. રાજકુમાર હીરાણી દિગ્દર્શિત આ ફિલ્મનો લોકોને ઇંતેજાર હતો. તેવા લોકો માટે ખુશખબર છે કે પીકે ખૂબ જ મનોરંજક અને સુંદર ફિલ્મ છે.

આમિર, રાજકુમાર તથા વિધુ વિનોદ ચોપરાની તિકડીએ ફરી એક વાર દર્શકોને ખુશ કરી દીધાં છે. લોકો તો અહીં સુધી કહી રહ્યાં છે કે 3 ઈડિયટ્સ બાદ પીકે ફિલ્મ આમિરની બેસ્ટ ફિલ્મ છે. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત, બોમન ઈરાની, સૌરભ શુક્લા તથા રામ સેઠી પણ મહત્વના રોલ કરી રહ્યાં છે.

ચાલો સ્લાઇડર સાથે કરીએ પીકેની સમીક્ષા :

વાર્તા

વાર્તા

પીકેની વાર્તા આમિરના પાત્ર પીકેની આજુબાજુ ફરે છે. પીકે એક અજાણ વ્યક્તિ છે કે જે શહેરમાં ભટકતી ફરે છે. તે લોકોને પકડી-પકડીને એવા સવોલ પૂછે છે કે જે લોકોએ અગાઉ ક્યારેય નથી પૂછ્યાં. પીકેના માસૂમ સવાલો તથા તેની વાતો જાણવાની ઉત્સુકતા તેને એક એવી સફરે લઈ જાય છે કે જે ખૂબ જ મજાનીછે. આ સફર દરમિયાન તેની જિંદગીમાં અનુષ્કા શર્મા આવે છે કે જે તેની સાથે કદમથી કદમ મિલાવે છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

પીકેનું દિગ્દર્શન રાજકુમાર હીરાણીએ કર્યું છે. તેમની અગાઉની ફિલ્મો સારી જ હતી. ફરી એક વાર તેઓ પોતાના મનપસંદ સ્ટાર આમિર ખાન સાથે પરત ફર્યા છે અને આ વખતે પણ તેમણે કોઈ કચાસ નથી છોડી. ફિલ્મના પાત્રથી લઈ દરેક દૃશ્ય સુધી હીરાણીએ પરફેક્શન નાંખવાની કોશિશ કરી છે.

અભિનય

અભિનય

સૌ જાણે જ છે કે પીકેમાં સૌથી બહેતરીન કલાકારોની પસંદગી કરાઈ છે. તેથી અભિનય અંગે આપને સંતોષ થશે કે તે ડિપાર્ટમેંટમાં પીકે ટોચે છે. આમિર પરફેક્ટ છે, તો અનુષ્કાએ પણ અત્યાર સુધીનું બેસ્ટ પરફૉર્મન્સ આપ્યું છે.

સંગીત

સંગીત

પીકેનું સંગીત ચોક્કસ દર્શકોને થોડુંક નિરાશ કરે છે. કેટલાક ગીત તો પરામે ઉમેરાયા હોય તેવુ લાગે છે. ગીતો ચાર્ટ બસ્ટર્સમાં પણ સામેલ નથી થયાં.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

બૉલીવુડના ટૉપ એક્ટર આજકાલ વર્ષમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરે છે. તેવામાં તે એક ફિલ્મ મિસ કરવું યોગ્ય નહીં ગણાય. સ્વાભાવિક છે કે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિરની ફિલ્મનો તો લોકોને ખૂબ જ ઇંતેજાર હોય છે, કારણ કે તેમની ફિલ્મો સામાન્ય રીતે લીક સે હટકે હોય છે. સરવાળે આ ફિલ્મ જોવી જ જોઇએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X