Review : એક્શન, રોમાંસ, કૉમેડી હોવા છતાં બૂમરેંગ સાબિત થશે Bang Bang?

મુંબઈ, 2 ઑક્ટોબર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાં સામેલ બૅંગ બૅંગ ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ. હૃતિક રોશન તથા કૅટરીના કૈફ અભિનીત આ ફિલ્મ પાસે લોકોને ખૂબ અપેક્ષાઓ હતી, પણ લાગે છે કે કદાચ આ અપેક્ષાઓ પૂરી નહીં થાય, કારણ કે જે રીતે ફિલ્મનું પ્રમોશન અને પ્રચાર કરાયું, તેવું ફિલ્મમાં કંઈ જોવા મળ્યું નથી.

હિટ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક બૅંગ બૅંગ ફિલ્મમાં કેટલાક સીન્સ આબેહૂબ નાઇટ એન્ડ ડેની જેમ સૂટ કરાયા છે. લાગે છે કે નકલ કરતી વખતે અકલનો ઇસ્તેમાલ જ નથી કરાયો. ફિલ્મમાં એક્શન સીન્સની તો ભરમાર છે અને તે ઇમ્પ્રેસ પણ કરે છે, પરંતુ હૃદયસ્પર્શી નથી. કહેવાયુ હતું કે બૅંગ બૅંગમાં કેટલાક એક્શન સીન એવા છે કે જે હૉલીવુડ ફિલ્મમાં નથી, પરંતુ હકીકતમાં આવુ કંઇ જ નથી.

બૅંગ બૅંગ ફિલ્મમાં એક્શનની કમાલ છે કે જે મોટા શહેરોમાં રહેતા યુવાન વર્ગના લોકોને ગમશે, પણ ફિલ્મની વાર્તા એવરેજ છે અને જો ફિલ્મ નિષ્ફળ નિવડી, તો તેનું કારણ નબળી સ્ક્રિપ્ટ જ હશે. ફિલ્મના કેટલાક સીન્સ ધડ-માથા વગરના છે કે જે ક્યાંથી અને કેમ આવે છે અને ક્યાં જતા રહે છે, તે પણ સમજાશે નહીં. તેથી બૅંગ બૅંગને મગજ સાથે જોવાની જરૂર નથી જણાતી.

હૃતિક રોશનની વાત કરીએ, તો તેમણએ પોતાના તરફથી ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી છે. તેમનો ડાન્સ, તેમની એક્શન, તેમનો રોમાંસ, તેમનું બૉડી વધુ કમાલ છે અને ફૅન્સને ગમશે. બીજી બાજુ કૅટરીના કૈફ સુંદર લાગે છે. તેઓ સુંદર અને સેક્સી તો છે જ, સાથે ફિલ્મના કેટલાક સીન્સમાં પણ તેઓ કમાલ કરે છે. કેમિસ્ટ્રીની વાત કરીએ, તો કૅટ-હૃતિકની સિઝલિંગ કેમિસ્ટ્રી અને કૉમેડી લાજવાબ છે. સરવાળે બૅંગ બૅંગ એક એવરેજ ફિલ્મ છે. તેથી આ ફિલ્મને 2.5 સ્ટાર જ આપી શકાય તેમ છે.

વાર્તા : ફિલ્મની વાર્તા એક યુવાન રાજવીર (હૃતિક રોશન)ની છે. તેની પાસે કોહિનૂર હીરો છે અને તેથી ઘણા લોકો તેની પાછળ પડેલા છે. આ જ ભાગમભાગમાં તેની મુલાકાત હરલીન સાહની (કૅટરીના કૈફ) સાથે થાય છે કે જેને તે પ્રેમ કરી બેસે છે. તેથી હવે લોકો રાજવીરને છોડી તેની પ્રેમિકા હરલીનની પાછળ પડી જાય છે. હરલીનને પણ રાજવીરની હકીકતની જાણ છે. રાજવીરનો પીછો કરનારા કોણ છે અને કિહોનૂર હીરો રાજવીર પાસે કેમ છે? રાજવીર અને હરલીન સાથે શું થાય છે? આવા તમામ પ્રશ્નોના જવાબ થિયેટરમાં મળી શકે છે.

ચાલો જોઇએ બૅંગ બૅંગ ફિલ્મ અને તેના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

સુપર એક્શન

સુપર એક્શન

બૅંગ બૅંગ ફિલ્મમાં જોરદાર એક્શન છે કે જે લોકોને ગમશે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશને પોતાના તરફથી ઇમ્પ્રેસિવ એક્ટિંગ કરી છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફનો હૉટ એક્શન અંદાજ પણ લોકો પસંદ કરશે.

એવરેજ ફિલ્મ

એવરેજ ફિલ્મ

ફિલ્મનું સંગીત ઠીક-ઠાક છે અને દિગ્દર્શન પણ ઠીક છે, પણ ફિલ્મ એવરેજ છે.

2.5 સ્ટાર

2.5 સ્ટાર

વનઇંડિયા તરફથી બૅંગ બૅંગ ફિલ્મને 2.5 સ્ટાર.

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અદિતી રાવ હૈદરી.

સિદ્ધાર્થ આનંદ

સિદ્ધાર્થ આનંદ

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ આનંદ.

હૃતિક રોશન

હૃતિક રોશન

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હૃતિક રોશન.

હૃતિક રોશન

હૃતિક રોશન

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હૃતિક રોશન.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કૅટરીના કૈફ.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કૅટરીના કૈફ.

કુણાલ કપૂર

કુણાલ કપૂર

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કુણાલ કપૂર.

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ

બૅંગ બૅંગ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ટાઇગર શ્રૉફ.

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ.

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ

બૅંગ બૅંગ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X