રિવ્યૂ : ટેબલ નંબર 21 એટલે મોટા પડદે ‘સચ કા સામના’

બૅનર : નેક્સ્ટ જેન ફિલ્મ્સ પ્રોડક્શન્સ, ઇરોઝ ઇન્ટરનેશનલ
નિર્માતા : સુનીલ લુલ્લા, વિકી રાજાણી
દિગ્દર્શક : આદિત્ય દત્ત
કલાકાર : પરેશ રાવલ, રાજીવ ખંડેલવાલ, ટીના દેસાઈ

સમીક્ષા : આજે બહુચર્ચિત ફિલ્મ ટેબલ નં. 21 રિલીઝ થઈ છે. ફિલ્મમાં ટેલીવિઝન ચૅનલના લોકપ્રિય કલાકાર રાજીવ ખંડેલવાલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક ગેમ ઉપર આધારિત છે કે જે જોઈ આપને રાજીવ ખંડેલવાલનો વિવાદાસ્પદ શો સચ કા સામના યાદ આવી જશે. ફરક માત્ર એટલું જ છે કે આ વખતે રાજીવ આપને સવાલ પૂછનારની સીટ ઉપર નહીં, પણ સવાલ આપનારની સીટ ઉપર દેખાય છે. નાના પડદે સચ કા સામના જેવા જ દૃશ્યો મોટા પડદે સર્જાય છે.

Teena-Rajeev

ટીવીના અનેક રિયલિટી શો તેમજ સ્મલડૉગ મિલેનિયરની યાદ અપાવતી આ ફિલ્મથી કોઈને પણ ખૂબ વધારે આશાઓ તો નહોતી, પરંતુ આમ છતાં આ ફિલ્મ સરેરાશ કરતાં આગળ રહી છે. ફિલ્મમાં રાજીવ ખંડેલવાલ અને પરેશ રાવલે સુંદર કામ કર્યું છે. ફિલ્મ જો મોટા કલાકારોને લઈને બનાવાઈ હોત અને તેનું પ્રમોશન સારી રીતે થયું હોત, તો જરૂર ઘણી હિટ થઈ શકી હોત, પરંતુ એવું થયું નહી. તેથી ફિલ્મ સરેરાશ જ રહી ગઈ. રાજીવ ખંડેલવાલમાં એનર્જી ઘણી છે કે જે તેઓ સારી ફિલ્મો વડે લોકો સામે રજુ કરી શકે છે. પરેશ રાવલ હંમેશની મુજબ બહેતરીન અને બેમિસાલ છે. હીરોઇન ટીના દેસાઈએ હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. તેમનો રોલ પણ થોડોક ફીકો જ છે. સંગીત કંઇ ખાસ નથી. નાના બજેટની ફિલ્મોમાં ટેબલ નંબર 21 ઠીકઠાક ફિલ્મ છે કે જેના માટે આદિત્ય ધત્તનો આભાર માનવો જોઇએ. સરવાળે સરેરાશ કક્ષાની આ ફિલ્મ છે.

વાર્તા : ફિલ્મમાં રાજીવ અને ટીના પતિ-પત્ની છે. તેમના લગ્નને પાંચ વરસ થઈ ગયાં છે. બંને કાયમ આગળ વધવા તેમજ પૈસા કમાવવા અંગે વિચારે છે. અચાનક તેઓ એક લકી ડ્રૉ જીતી જાય છે. પછી તેઓ ઇનામ હેઠળ એક ફાઇવ સ્ટાર હોટેલમાં પહોંચે છે. ત્યાં તેમની મુલાકાત પરેશ રાવલ સાથે થાય છે. પરેશ રાવલ રાજીવ અને ટનાને એક ગેમ રમવાની ઑફર કરે છે અને કહે છે કે જો આપ આ ગેમ જીતી ગયાં, તો આપ 21 કરોડ જીતી જશો. આ ગેમ બંનેના જીવન સાથે જોડાયેલી હોય છે, પરંતુ ગેમ એટલી સરળ નથી હોતી. આ ગેમ દ્વારા બંનેના ભૂતકાળના પાના ખુલવા લાગે છે કે જેના પછી બંનેના જીવનમાં ભૂકમ્પ સર્જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X