શોલે 3ડી રિવ્યૂ : બસંતીની બક-બક ને ગબ્બરનો ભય 3ડીમાં

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 3 જાન્યુઆરી : વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેએ બૉક્સ ઑફિસ ઉપર ધૂમ મચાવી હતી. જય તથા વીરૂની મૈત્રીએ દુનિયાને મિત્રતાનું દૃષ્ટાંત પૂરૂ પાડ્યુ હતું, તો ગબ્બરના પાત્રે બાળકોને ડરાવવા માટે માતાઓને એક નવી ફૉર્મ્યુલા આપી હતી. ફિલ્મના સંવાદો પણ દર્શકોને બહુ ગમ્યા હતાં. ખાસ તો ગબ્બર સાથે જોડાયેલા જેટલા ડાયલૉગ્સ હતાં, તે તમામ લોકોની જીભે ચડી ગયી હતાં. બસંતીના પાત્રમાં હેમા માલિનીએ પણ દર્શકોને બહુ હસાવ્યા હતાં. આમ તો આખી ફિલ્મમાં બસંતી કંઈ બોલી નહોતી, પણ બસંતીની ધન્નોએ જરૂર બોલી-બોલીને વીરૂને પોતાના વશમાં કરી લીધો હતો.

શોલે ફિલ્મની અપાર સફળતાએ ફિલ્મના દિગ્દર્શકોને 3ડીમાં ફિલ્મ બનાવવાની યુક્તિ સુઝાડી અને આજે શોલે 3ડી રિલીઝ થઈ ચુકી છે. શોલે ફિલ્મના ફૅન્સ ફરીથી પોતાની ફૅવરિટ ફિલ્મ 3ડીમાં જોઈ શકે છે. ખાસ તો અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન શોલે 3ડી જોવા ઉત્સુક છે, કારણ કે તેમણે અત્યાર સુધી પોતાના પપ્પાની આ ફિલ્મ જોઈ નહોતી.

વાર્તા : એક નાનકડા ગામ રામગઢમાં એક નિવૃત્ત પોલીસકર્મી ઠાકુર બલદેવ સિંહ (સંજીવ કુમાર) ગબ્બર સિંહ (અમઝદ ખાન) સામે પોતાના પરિવારના મોતનો બદલો લેવા પોતે પકડેલા બે ચોરોને ગામે બોલાવે છે. તેમના પરિવારમાં માત્ર તેમની વિધવા વહુ રાધા (જયા બચ્ચન) બચ્યાં છે. જય (અમિતાભ બચ્ચન) તથા વીરૂ (ધર્મેન્દ્ર) મળી ઠાકુરના પરિવારના મોતનો બદલો લેવા રામગઢ આવે છે. ત્યાં આવી બંને ગાઢ મિત્રો બની જાય છે અને એક-બીજાને બચાવવા પોતાના જાનની બાજી લગાવી દે છે. દરમિયાન વીરૂના જીવનમાં બસંતી (હેમા માલિની) આવે છે અને તેને તેની સાથે પ્રેમ થઈ જાય છે. બીજી બાજુ જય પણ રાધા તરફ આકર્ષાય છે, પરંતુ પ્રેમનો ઇઝહાર નથી કરી શકતો. ફિલ્મમાં ગબ્બર અંગેના ઘણા ડાયલૉગ્સ છે કે જે દર્શકોને મનોરંજન પૂરૂ પાડે છે. ફિલ્મના 3ડી વર્ઝન અંગે થોડાક વિવાદો પણ છે, કારણ કે ફિલ્મના નિર્માતા રમેશ સિપ્પીએ શોલે 3ડી સામે બૅનની માંગ કરી છે.

English summary
Sholay movie 3d version will hit the theatres this Friday. Sholay movie was the blockbuster movie that released in year 1975. People are very excited to watch the 3d version of Sholay.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.