રિવ્યૂ : હળવીફૂલ કૉમેડી છે ડિમ્પલની વૉટ ધ ફિશ
આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ વૉટ ધ ફિશમાં કૉમેડીના નામે ભરપૂર હસી-મજાક અને ઠહાકા છે. જે લોકોને હળવી કૉમેડી ફિલ્મો ગમે છે, તેમને આ ફિલ્મ જરૂર ગમશે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ બહેતરીન કૉમેડી કરી છે. તેમની એક્ટિંગ જોઈ વિશ્વાસ જ નથી થતો કે આ તે જ ડિમ્પલ છે કે જેમણે પોતાના જમાનામાં ઘણી બધી ડ્રામાટિક અન સીરિયસ ટાઇપની ફિલ્મો કરી હતી. વૉટ ધ ફિશ ફિલ્મ અંગે ડિમ્પલ કાપડિયા ખૂબ ઉત્સાહિત હતાં, કારણ કે ફિલ્મમાં તેમને પોતાનું મનપસંદ પાત્ર એટલે કે એક આઉટ એન્ડ આઉટ કૉમેડી પાત્ર ભજવવાની તક મળી. ડિમ્પલે ફિલ્મમાં પોતાના કૉમેડી એક્સપ્રેશન્સ તેમજ ડાયલૉગ ડિલીવરી વડે દર્શકોને હસાવવવામાં કોઈ કચાસ નથી છોડી.

આંટી પરત આવ્યા બાદ શું આંટીને તેમનું ઘર એવું જ મળે છે કે જેવું તેઓ છોડીને ગયા હતાં કે પછી તેમના ઘરની દુર્દશા થઈ જાય છે? આ જાણવા માટે તો આપે થિયેટરમાં જઈ વૉટ ધ ફિશ જોવી જ રહી. ડિમ્પલ કાપડિયાની બહેતરીન એક્ટિંગ ધરાવતી વૉટ ધ ફિશ ફિલ્મના ગીતો ખાસ નથી અને ઇંટરવલ બાદ ઘણા એવા વળાંક લે છે કે જે બોરિંગ થઈ જાય છે, પરંતુ ઓવરઑલ વીકેન્ડને લાઇટ એંટરટેનિંગ બનાવવા માટે વૉટ ધ ફિશ જોવી ખોટો નિર્ણય નહીં કહેવાય. વનઇન્ડિયા તરફથી વૉટ ધ ફિશ ફિલ્મને 2 સ્ટાર આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
