પૂછપરછ દરમિયાન ભડકી રિયા ચક્રવર્તી, અધિકારીએ આ રીતે કરી બોલતી બંધ

રિયા ચક્રવર્તી પૂછપરછ દરમિયાન ભડકી ગઈ હતી. જો કે અધિકારી તેને એ જ વખતે જડબાતોડ જવાબ આપી દીધો હતો.

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીને તેના પરિવારે મુખ્ય આરોપી બનાવી છે અને તેમનુ કહેવુ છે કે અભિનેત્રીના કારણે આ બધુ થયુ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સતત સીબીઆઈ તપાસ કરી રહી છે અને અભિનેત્રી સાથે હાલમાં જ ઘણી લાંબી વાતચીત થઈ છે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ હાલમાં જ રવિવારે સીબીઆઈને સતત ત્રીજા દિવસે પૂછપરછ કરી રહી હતી ત્યારબાદ ઘણા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યુ છે કે રિયા ચક્રવર્તીએ આ દરમિયાન ઘણા સવાલોના જવાબ આપવામાં આનાકાની કરી અને તેને ઈગ્નોર કરવા ઈચ્છ્યા. આ ઉપરાંત જે સૌથી મોટા સમાચાર આવ્યા છે તે એ કે રિયા ચક્રવર્તી પૂછપરછ દરમિયાન ભડકી ગઈ હતી. જો કે અધિકારી તેને એ જ વખતે જડબાતોડ જવાબ આપી દીધો હતો. સમાચારોની માનીએ તો રિયાને જ્યારે ડ્રગ્ઝ વિશે સવાલ કરવામાં આવ્યા હતા ત્યારે તેણે અધિકારીઓ પર બૂમો પાડવાનુ શરૂ કરી દીધુ હતુ અને ગુસ્સેથી કહ્યુ હતુ કે તે નિર્દોષ છે અને તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

અધિકારી નુપૂર પ્રસાદે કહ્યુ...

અધિકારી નુપૂર પ્રસાદે કહ્યુ...

આ દરમિયાન તેની સાથે અધિકારી નૂપુર પ્રસાદ હતા જેમની સાથે તેની બોલાચાલી થઈ હતી. અધિકારીએ આ વાતનો જવાબ આપીને કહ્યુ હતુ કે.. 'ઉતાવળમાં તમારી ધરપકડ કરી લઈશુ તો તમે ખુદને નિર્દોષ સાબિત નહિ કરી શકો માટે તમે સહયોગ કરો અને સવાલોના જવાબ ઢંગથી આપો.'

રિયાના શાન આવી ઠેકાણે

રિયાના શાન આવી ઠેકાણે

સીબીઆઈ અધિકારી નુપૂર પ્રસાદે વધુમાં કહ્યુ કે, તમારી સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ થઈ રહી છે નહિતર અમે તમારા ઘરમાં પણ આવી શકતા હતા અને તમારી પૂછપરછ કરી શકતા હતા. જો કે આ જવાબથી રિયા ચક્રવર્તીના તેવર ઠેકાણે આવી ગાય અને તે સંપૂર્ણપણે શાંત થઈને સવાલોના જવાબ આપવા લાગી હતી.

26 કલાક સુધી પૂછપરછ

26 કલાક સુધી પૂછપરછ

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અત્યાર સુધી સીબીઆઈ લગભગ 26 કલાક સુધી પૂછપરછ કરી ચૂકી છે અને આગળ પણ તેની આ કેસમાં વાત થવાની નક્કી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોતને લગભગ 2 મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી કોઈ પ્રકારનુ પરિણામ આવ્યુ નથી કે છેવટે તેમનુ મોત કઈ રીતે થયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X