રિયા સુશાંતને આપતી હતી ડ્રગ્ઝ, ભડકેલા પરિવારે CBIને કહ્યુ - આના પર એક્શન લો!
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલ મોટો ખુલાસો કર્યો છે. રિયા ચક્રવર્તીના ડ્રગ્ઝ કનેક્શન બાદ હવે આ કેસ સંપૂર્ણપણે નવો વળાંક લઈ ચૂક્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઈડીએ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલ મોટો ખુલાસો કર્યો છે. રિયા ચક્રવર્તીના ડ્રગ્ઝ કનેક્શન બાદ હવે આ કેસ સંપૂર્ણપણે નવો વળાંક લઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે મની લોંડ્રિંગમાં રિયાની ઈડીએ ઘણા દિવસો સુધી પૂછપરછ કરી. તપાસ માટે તેના ફોન પણ લેવામાં આવ્યા. જ્યાંથી ડ્રગ્ઝ ચેટ સાથે જોડાયેલી ચોંકાવનારી માહિતી મળી છે. હાલમાં આ તપાસમાં હવે સીબીઆઈ અને ઈડી સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ શામેલ થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ચેટમાં રિયા ડ્રગ્ઝની માંગ કરી રહી છે. આ ચેટથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સુશાંતને ડ્રગ્ઝ આપવાનુ કામ પણ રિયા કરતી હતી.

રિયાને અરેસ્ટ કરવાની માંગ
જો કે રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ નિવેદન જારી કરીને કહ્યુ છે કે રિયા ચક્રવર્તીએ ક્યારેય ડ્રગ્ઝ નથી લીધી. તે પોતાની સફાઈ માટે બ્લડ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. રિયાના ડ્રગ્ઝ સાથે કનેક્શન બાદ સોશિયલ મીડિયા પર તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. આ સાથે સુશાંતના પરિવારે પણ આ સમગ્ર મામલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. રિયા ચક્રવર્તીના ડ્રગ્ઝ ચેટના ખુલાસા બાદ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના પરિવારે સીબીઆઈને રિયાને અરેસ્ટ કરવાની માંગ કરી છે. ચેટ્સ લીક થયા બાદ રિયા ચક્રવર્તી સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

કૉફી, ચા કે પાણીમાં માત્ર 4 ટીપાં
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર 25 નવેમ્બર 2019ના રોજ જયા શાહે મેસેજમાં રિયા ચક્રવર્તીને લખ્યુ છે કે કૉફી, ચા કે પાણીમાં માત્ર 4 ટીપાં નાખ અને તેને પીવા દે.. કિક લાગવા માટે 30થી 40 મિનિટ આપવી પડશે.

પરિવારે કહ્યુ આ ગુનો છે
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ આના પર રિએક્શન આપીને લખ્યુ છે કે આ ગુનો છે. સીબીઆઈએ આના પર તરત જ એક્શન લેવી જોઈએ.

પરિવારે ઉઠાવ્યા સવાલ
સુશાંતના જીજા વિશાલ કીર્તિએ પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યુ છે કે આ ખુલાસાથી લાગે છે કે રિયા કૉપીમાં સુશાંતને ડ્રગ્ઝ આપી રહી હતી, હું રિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવુ છુ.

પરિવાર માટે ચોંકાવનારી સ્થિતિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિવારના વકીલ વિકાસ સિંહનુ કહેવુ છે કે એફઆઈઆરમાં આ વાત જણાવવામાં આવી છે કે સુશાંતને કોઈ પ્રકારની ડ્રગ આપવામાં આવતી હતી. પરિવારને એ વાતનો અંદાજો નહોતો કે એ રીતની ડ્રગ્ઝ આપવામાં આવી રહી હતી કે જે ગેરકાયદે છે.

સુશાંતના દિમાગ પર અસર
ટાઈમ્સ નાઉ પર વિકાસ સિંહે એ પણ કહ્યુ છે કે આ ડ્રગથી સુશાંતના દિમાગ પર અસર થઈ. આના કારણે તે આપણી વચ્ચે નથી. આ કેસનો આખો એંગલ બદલાઈ ગયો છે. જાન્યુઆરીમાં તે ઘણા દુઃખી હતા. નવેમ્બરમાં પરિવારે શંકાના આધારે સુશાંતનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

સુશાંત સાથે કરી આવી હરકત
સુશાંતને પરિવારથી છૂટો પાડી દીધો. રિયાએ પરિવારથી બધી વાત છૂપાવી. સુશાંતને જાણીજોઈને ડ્રગ પર ડિપેન્ડેન્ટ કરવાની કોશિશ કરી. તમને જણાવી દઈએ કે આ ચેટમાં જે લોકો વચ્ચે વાતચીત થઈ રહી છે એ બધાને રિયાએ નોકરી પર રાખ્યા હતા. જૂના સ્ટાફને કાઢ્યા બાદ. આ આખી ડ્રગ ચેટમાં શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા, દીપક સાવંત અને જયા શાહનુ નામ મુખ્ય રીતે આવ્યુ છે. ત્યારબાદ આ કેસ સતત ગંભીર બની રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આની તપાસ કરી રહ્યો છે. સીબીઆઈ પાસે પણ આ ચેટની સંપૂર્ણ માહિતી પહોંચી ગઈ છે.












Click it and Unblock the Notifications
