રિયા ચક્રવર્તીને મળ્યા જામીન, ભાઈ શોવિકની અરજી ફગાવી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપી ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપી દેતા તેને મોટી રાહત મળી છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આરોપી ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીને બૉમ્બે હાઈકોર્ટે જામીન આપી દેતા તેને મોટી રાહત મળી છે. જો કે કોર્ટે જામીન આપતી વખતે કહ્યુ કે રિયા ચક્રવર્તીએ નજીકના પોલિસ સ્ટેશન પર 10 દિવસ સુધી રોજ પોતાની હાજરી નોંધાવવી પડશે. તેણે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અને કોર્ટની પૂર્વ મંજૂરી વિના તેને વિદેશ જવાની મંજૂરી નહિ મળે. કોર્ટે રિયા ચક્રવર્તીને એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યુ કે જો તેને ગ્રેટર મુંબઈથી બહાર જવુ હોય તો પણ પોલિસને આની માહિતી આપવી પડશે.

rhea

રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના ઘરમાં કામ કરનાર અબ્દુલ બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ડ્રગ્ઝ કેસમાં સેમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંતને જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈ કે રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્ઝ કેસમાં પકડ્યા હતા.

તમને જણાવી દઈએ કે રિયા ચક્રવ્રતી ભાયખલ્લાની જેલમાં બંધ છે. રિયા અને તેના ભાઈ શોવિકને ડ્રગ કેસમાં એનસીબીએ પકડ્યા હતા. મંગળવારે મુંબઈ સેશન્સ કોર્ટે રિયા સહિત તેના ભાઈની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાવી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુશાંતની બહેન પ્રિયંકા સિંહ અને મીતુ સિંહે પોતાની સામે બાંદ્રા પોલિસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરાવવા માટે બૉમ્બે હાઈકોર્ટમાં અરજ કરી હતી ત્યારબાદ આજે કોર્ટે રિયાને જામીન આપી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X