રિયા ચક્રવર્તીની CBI દ્વારા 10 કલાક પૂછપરછ, આજે ફરીથી મોકલ્યા સમન

સીબીઆઈએ આજે એટલે કે શનિવારે રિયાને ફરીથી સમન મોકલ્યા છે અને તેની પૂછપરછ ચાલુ છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ માટે શુક્રવારે સીબીઆઈએ રિયા ચક્રવર્તીને સમન મોકલ્યા હતા ત્યારબાદ રિયાની લગભગ 10 કલાક લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. વળી, સીબીઆઈએ આજે એટલે કે શનિવારે રિયાને ફરીથી સમન મોકલ્યા છે અને આજે ફરીથી તેની પૂછપરછ ચાલુ છે. રિયા પોતાના ભાઈ શોવિક ચક્રવર્તી સાથે સીબીઆઈ પાસે પહોંચી છે. આજે આ કેસમાં સીબીઆઈ તપાસનો નવમો દિવસ છે. શુક્રવારે રિયા ચક્રવર્તી સવારે લગભગ 11 વાગે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી અને રાતે 9 વાગે ત્યાંથી નીકળી. ત્યારબાદ સાંતાક્રૂઝ પોલિસ સ્ટેશન પહોંચી. તેમણે પોતાની સોસાયટીમાં અમુક પત્રકારો પર હંગામો કરવાની ફરિયાદ નોંધાવી. બાદમાં પોલિસની ટીમ તેમને ઘર સુધી મૂકવા ગઈ.

રિયાને આ વિશે પૂછ્યા સવાલો

રિયાને આ વિશે પૂછ્યા સવાલો

સૂત્રો મુજબ સીબીઆઈએ રિયાને સુશાંત સાથે તેના સંબંધ, પહેલી મુલાકાત, સુશાંતની લાઈફસ્ટાઈલ, પૈસાની લેવડ-દેવડ, બંનેની કંપની, 8 જૂને રિયાનુ ઘર છોડીને જવુ, ફોન નંબર બ્લૉક કરવા અંગે સવાલ કર્યા. એજન્સીએ રાજપૂતના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર અને અકાઉન્ટન્ટ રજત મેવાતીનુ નિવેદન પણ નોંધ્યુ. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી પર સુશાંતના પૈસાની હેરફેર કરવાનો આરોપ છે.

ડ્રગ્ઝ મામલે ગૌરવ આર્યાની પૂછપરછ

ડ્રગ્ઝ મામલે ગૌરવ આર્યાની પૂછપરછ

અત્યાર સુધી રિયાને ઈડી અને સીબીઆઈના સવાલોનો જવાબ આપવાનો હતો પરંતુ હવે નાર્કોટિક્સ વિભાગ એટલે કે એનસીબી પણ આ મામલે તપાસ કરશે. એટલે કે એનસીબી પણ રિયાની પૂછપરછ કરશે. સુશાંત કેસમાં મની લોંડ્રીંગ એંગલની તપાસ કરી રહેલ ઈડીએ શુક્રવારે હોટલ વેપારી ગૌરવ આર્યાને સમન મોકલીને 31 ઓગસ્ટે હાજર થવા માટે કહ્યુ. રિયા સાથે ડ્રગ્ઝની વાતચીતમાં ગૌરવનુ નામ સામે આવ્યુ હતુ.

રિયા ચક્રવર્તી પર આરોપ

રિયા ચક્રવર્તી પર આરોપ

તમને જણાવી દઈએ કે સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવા અને 15 કરોડ હડપવાનો આરોપ લગાવ્યો છે. પોતાના ઈન્ટરવ્યુમાં રિયાએ કહ્યુ કે મે આ કેસમાં દરેક તપાસમાં સહયોગ આપ્યો છે. ભલે તે મુંબઈ પોલિસ હોય કે ઈડી. હું સીબીઆઈ તપાસ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છુ. મે કંઈ ખોટુ નથી કર્યુ. હું પણ ઈચ્છુ છુ કે સત્ય સામે આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X