• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંતની બૉડી જોવા પહોંચેલી રિયાએ તેની છાતી પર હાથ રાખી કહ્યુ, Sorry Babu

એક નવો સાક્ષી સામે આવ્યો છે અને તેણે જણાવ્યુ કે ખુદને સુશાંતની ગર્લફ્રેન્ડ ગણાવનાર રિયા ચક્રવર્તીઓ તેમના શબને જોઈને સૉરી કહ્યુ હતુ.
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને બે મહિનાથી વધુનો સમય થઈ ચૂક્યો છે અને હવે આ કેસનુ રહસ્ય વધુ ઘેરાઈ રહ્યુ છે. તેમના પરિવારને જ્યાં ન્યાયની રાહ જોઈ રહ્યા છે ત્યાં બીજી તરફ ફેન્સ સામે તેમની સાથે જોડાયેલા સત્ય રોજ સામે આવી રહ્યા છે. એક નવો સાક્ષી સામે આવ્યો છે અને તેણે જણાવ્યુ કે ખુદને સુશાંતની ગર્લફ્રેન્ડ ગણાવનાર રિયા ચક્રવર્તીઓ તેમના શબને જોઈને સૉરી કહ્યુ હતુ. તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કેકે સિંહે પટના પોલિસમાં રિયા ચક્રવર્તી સામે દીકરાને સુસાઈડ માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે રિયાના કારણે તેમનો દીકરો નિરાશ રહેવા લાગ્યો હતો.

15 જૂને કૂપર હોસ્પિટલ પહોંચી રિયા

15 જૂને કૂપર હોસ્પિટલ પહોંચી રિયા

14 જૂને સુશાંતે પોતાના બાંદ્રા સ્થિત ફ્લેટમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી. ઘટના બાદ તેને શબને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યુ હતુ. હવે કરણી સેના સાથે જોડાયેલ ફિલ્મમેકર સુરજીતસિંહ રાઠોડ મીડિયા સામે આવ્યા છે અને તેમણે આ રાઝ પરથી પડદો ઉઠાવ્યો છે કે છેવટે રિયા ચક્રવર્તી પોસ્ટમોર્ટમ હાઉસમાં શું કરી રહી હતી. સુરજીતે કહ્યુ કે તેને કરણી સેનાના હેડે કૂપર હોસ્પિટલ જવા માટે કહ્યુ હતુ એટલા માટે તે હોસ્પિટલમાં હાજર હતા. સુરજીતે ન્યૂઝ ચેનલ રિપબ્લિકને જણાવ્યુ છે કે રિયા, સુશાંતના અંતિમ દર્શન કરવા ઈચ્છતી હતી. 15 જૂને જ્યારે તેને લઈને સુશાંતના શબ પાસે ગયા તો રિયાએ શબ પર પડેલી સફેદ ચાદરને હટાવી. તેમની છાતી પર હાથ રાખ્યો અને પછી કહ્યુ, 'સૉરી બાબુ.' સુરજીતે કહ્યુ કે તેમને એ જણાવવામાં આવ્યુ હતુ કે સુશાંતના પરિવારવાળા રિયાને સ્મશાનમાં નહિ આવવા દે એટલા માટે જ તે ત્યાં તેમના અંતિમ દર્શન કરવા ઈચ્છતી હતી.

45 મિનિટ સુધી પોસ્ટમોર્ટમ હાઉસમાં હતી રિયા

45 મિનિટ સુધી પોસ્ટમોર્ટમ હાઉસમાં હતી રિયા

સુરજીતની માનીએ તો તેને એક પળ માટે વિશ્વાસ ન થયો કે છેવટે રિયા આ રીતે સુશાંતને સૉરી કેમ કહી રહી છે. સુરજીતની માનીએ તો રિયાએ સુરજીતને અનુરોધ કર્યો કે તેની મા અને તેનો ભાઈ શોવિક સુશાંતના શબના અંતિમ દર્શન કરવા ઈચ્છે છે પરંતુ પોલિસે તેમને એની મંજૂરી નહોતી આપી. સમાચાર આવ્યા હતા તે મુજબ રિયા લગભગ 45 મિનિટ સુધી પોસ્ટમોર્ટમ હાઉસમાં હતી અને એ વિશે માહિતી નથી મળી શકી કે છેવટે તે ત્યાં શું કરી રહી હતી. સુરજીતે એ પણ દાવો પણ કર્યો છે કે સુશાંતના શબને જોયા બાદ એ લાગતુ નહોતુ કે તેણે આત્મહત્યા કરી હશે. તેમનુ કહેવુ હતુ કે સુશાંતને મારવામાં આવ્યો છે. આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે અને એજન્સીએ શુક્રવારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.

સાક્ષીએ કહ્યુ - સંદીપ સિંહે માર્યો સુશાંતને

સાક્ષીએ કહ્યુ - સંદીપ સિંહે માર્યો સુશાંતને

સીબીઆઈ તરફથી છ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પ્રાઈમ એક્યુઝ્ડ એટલે કે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી છે. તેના પછી ભાઈ શોવિક, મા અને તેના પિતા પણ આમાં આરોપી છે. સુરજીતે ઈન્ટરવ્યુમાં એ દાવો પણ કર્યો છે કે સુશાંતે સંદીપ સિંહને માર્યો છે જે ખુદને અભિનેતાનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવે છે. તેમણે અપીલ કરી છે કે સંદીપની તરત જ ધરપકડ કરવામાં આવે. તેમનુ કહેવુ છે કે 31 જુલાઈએ તેમણે બાંદ્રાના ડીએસપી અભિષેક ત્રિમુખેને સંદીપની ફરિયાદ પણ કરી હતી અને તેમણે સંદીપના શંકાસ્પદ વર્તનની તપાસ કરવાની માંગ કરી હતી. ડીએસપીએ પણ તેમને એક્શન લેવાનો ભરોસો આપ્યો હતો. જ્યારે પોલિસે કંઈ ન કર્યુ તો પછી હારીને તેમણે મીડિયાની મદદ લેવી પડી છે.

8 જૂને કર્યો મહેશ ભટ્ટને મેસેજ

8 જૂને કર્યો મહેશ ભટ્ટને મેસેજ

રિયા અને મહેશ ભટ્ટન વૉટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ મુજબ રિયા આઠ જૂનથી 15 જૂન સુધી મહેશ ભટ્ટના સંપર્કમાં હતી. રિયાએ આઠ જૂને સુશાંતનુ ઘર છોડ્યાબાદ મહેશને મેસેજ કર્યો હતો. આ મેસેજમાં તેમણે લખ્યુ હતુ, 'આયશા, આગળ વધી રહી છે સર. તમારો છેલ્લો કૉલ મને જગાવનાર હતો. તમે મારા એન્જલ છો, તમે ત્યારે પણ હતા અને તમે અત્યારે પણ છો.' ત્યારબાદ મહેશે તેને જવાબ આપ્યો, 'પાછુ વળીને ના જોતી. મારા પિતાને મારો પ્રેમ. તે અત્યારે એક ખુશ વ્યક્તિ હશે.' ત્યારબાદ રિયાએ જવાબ આપ્યો, 'કંઈક હિંમત મળી છે સર, તમે છેલ્લા કૉલમાં મારા પિતા વિશે જે કહ્યુ હતુ તેણે મને તેમના માટે મજબૂત બનવા માટે મજબૂર કરી.' મહેશે 14 જૂને બપોરે 2.35 મિનિટે રિયાને મેસેજ કર્યો 'કૉલ મી' પરંતુ તેનો જવાબ ન મળ્યો. આ એ જ દિવસ હતો જ્યારે સુશાંતનુ મોત થઈ ગયુ હતુ.

Delhi Encounter: આતંકીની ધરપકડ બાદ હાઈએલર્ટ, NSG તૈનાતDelhi Encounter: આતંકીની ધરપકડ બાદ હાઈએલર્ટ, NSG તૈનાત

English summary
Rhea Chakraborty said 'Sorry Babu' after seeing mortal remains of Sushant Singh Rajput.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X