રિયા ચક્રવર્તી ભાઈ શોવિક સાથે પહોંચી NCBની ઑફિસ, જાણો જામીન મળ્યા બાદ કેમ ગઈ?

રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સોમવારે (4 જાન્યુઆરી) સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau (NCB)ના કાર્યાલયમાં જોવા મળ્યા છે.

Rhea Chakraborty and brother Showik arrive at NCB office: રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સોમવારે (4 જાન્યુઆરી) સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau (NCB)ના કાર્યાલયમાં જોવા મળ્યા છે. રિયા અને શોવિક બંને(NCB)ઑફિસ પોતાની હાજરી નોંધાવા માટે પહોંચ્યા હતા. રિયા અને શોવિકના જામીન શરતો મુજબ, અભિનેત્રીને દર મહિનાના પહેલા સોમવારે છ મહિના સુધી તપાસ એજન્સીને રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ તેની 2021ની પહેલી વિઝિટ હતી. રિયા અને શોવિક સાથે તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી પણ હતા. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસબાદ તેમાં ડ્રગ્ઝ એંગલ સામે આવ્યો હતો જેમાં રિયાથી લઈને દીપિકા પાદુકોણ સુધી બધાએ એનસીબીના ચક્કર લગાવવા પડ્યા હતા.

rhea

ઉલ્લેખનીય છે કે રિયા અને શોવિક અત્યારે મુંબઈમાં નવુ ઘર શોધી રહ્યા છે. તેમની જૂની બિલ્ડિંગના લોકો તેમને ઘર છોડવા માટે દબાણ કરી રહ્યા છે. માટે રિયા પોતાના પરિવાર માટે હાલમાં નવુ ઘર શોધી રહી છે. રિયા અને શોવિકને બાંદ્રામાં એક બિલ્ડિીંગની બહાર જોવામાં આવ્યા હતા. કેમેરા સામે આવ્યા બાદ બંને ભાઈ-બહેન બચતા જોવા મળ્યા. રિયા હાલમાં જુહુ તારા રોડ સ્થિત પ્રાઈમરોઝ અપાર્ટમેન્ટમાં રહે છે.

સુશાંત સિંહ કેસની તપાસ દરમિયાન સામે આવેલી ડ્રગ્ઝ તપાસમાં એનસીબીએ રિયા અને શોવિકની ધરપકડ કરી હતી. રિયાને 7 ઓક્ટોબરના રોજ જામીન પર છોડવામાં આવી હતી જ્યારે શોવિકને 2 ડિસેમ્બર, 2020એ જામીન પર છોડ્યો હતો. 14 જૂને સુશાંતનનુ નિધન થયુ હતુ. સુશાંત સિંહ મોત કેસન તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં સીબીઆઈએ આ કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X