રિયા ચક્રવર્તીને CBIએ મોકલ્યા સમન, DRDO ગેસ્ટ હાઉસમાં પહોંચી અભિનેત્રી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે સીબીઆઈએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સમન કર્યા છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આજે સીબીઆઈએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સમન કર્યા છે. સીબીઆઈના સમન બાદ રિયા ચક્રવર્તી મુંબઈ સ્થિત ડીઆરડીઓના ગેસ્ટ હાઉતમાં પહોંચી જ્યાં સીબીઆઈની ટીમ રોકાઈ છે. રિયાને સીબીઆઈએ આજે સવારે 10 વાગે પૂછપરછ માટે સમન કર્યા હતા. આ પહેલા સીબીઆઈએ રિયાના ભાઈ શોવિકની ગુરુવારે લગભગ 14 કલાક સુધી પૂછપરછ કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે આજે સીબીઆઈ રિયાને ઘણા સવાલોના જવાબ પૂછી શકે છે.

rhea

સીબીઆઈએ રિયાના ભાઈ શોવિકની ગુરુવારે લગભગ 14 કલાક સુધી પૂછપરછ કરી હતી. શોવિક સાથે સીબીઆઈની પૂછપરછ 28 ઓગસ્ટ રાતે 1 વાગે ખતમ થઈ હતી. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી સુશાંત સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી પરંતુ 8 જૂને પરસ્પર મતભેદના કારણે રિયાએ સુશાંતનુ ઘર છોડી દીધુ હતુ. જેના થોડા દિવસ બાદ જ સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત પોતાના ફ્લેટમાં 14 જૂને મૃત મળી આવ્યા હતા. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યુ છે. સીબીઆઈ સતત આ કેસમાં લોકોની પૂછપરછ કરી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ ગુરુવારે તમામ મીડિયા સંસ્થાઓ સામે આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને ખુદ પર લગાવવામાં આવેલ આરોપોને ધરમૂળથી ફગાવી દીધા હતા. તેણે કહ્યુ હતુ કે સુશાંત અને તેની વચ્ચે સારા સંબંધો હતા, તેણે સુશાંત સાથે સંબંધ તેના પૈસા માટે નહોતો રાખ્યો. મીડિયામાં રિયાએ કહ્યુ કે હું સુશાંતના પૈસા પર નહોતી જીવતી, અમે બંને કપલની જેમ રહેતા હતા. સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીના આરોપો પર રિયાએ કહ્યુ કે મારી અને સુશાંતની વચ્ચે ક્યારેય પૈસાની કોઈ લેવડદેવડ નથી થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X