રીચા ચડ્ઢા પહેલા પણ ઘણી સેલિબ્રિટીઓની થઈ છે ઍરપોર્ટે અટક!
મુંબઈ, 20 જૂન : તાજેતરમાં જ ફુકરે ક્વીન રીચા ચડ્ઢાને દિલ્હી ઍરપોર્ટે કસ્ટમ અધિકારીઓએ પૂરા બે કલાક રોકી રાખી હતી, કારણ કે તેમની પાસે એક પાવડર જેવી વસ્તુ મળી આવી હતી કે જે અંગે કસ્ટમ વાળાઓને શંકા હતી કે તેમાં ડ્રગ્સ હશે,પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે તે તો આયુર્વેદિક પાવડર હતું કે જે રીચા ચડ્ઢા પોતાના સૌંદર્ય માટે વાપરે છે.
રીચાએ પોતે આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું - તાજેતરમાં મુંબઈ જતી હતી અને મારા સામાનમાં આયુર્વેદિક સામગ્રી હતી. સલામતી કર્મચારીઓને મારા આયુર્વેદિક પાવડર અંગે શંકા થઈ. હું નહોતી ઇચ્છતી કે તે તમામ વસ્તુઓ જપ્ત કરી લેવામાં આવે, કારણ કે આ વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ નથી થતી અને તે ખાસ તો મારા માટે બનાવવામાં આવી હતી. રીચાએ જણાવ્યું - હું પૂરા બે કલાક અધિકારીઓને ખાત્રી આપતી રહી કે આ સામગ્રી શંકાસ્પદ નથી. હું જાણુ છું કે તે લોકો તેમનું કામ કરતા હતાં. તેથી હું તેમને સહકાર આપી રહી હતી.
ચાલો સ્લાઇડરમાં જોઇએ કે કઈ-કઈ સેલિબ્રિટીઓએ ઍરપોર્ટ ઉપર તપાસ પ્રક્રિયામાંથી પસાર થવુ પડ્યું :

રાહત ફતેહ અલી ખાન
જાણીતા પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દિલ્હી ઍરપોર્ટ ખાતેથી વધુ વિદેશી કરંસી લઈ ભારત બહાર જતા ધરપકડ કરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ 5 હજાર અમેરિકી ડૉલર કરતા વધુ રકમ બહાર ન લઈ જઈ શકે, જ્યારે રાહત પાસે 15 હજાર ડૉલર હતાં અને ભારતીય કરંસીમાં તે રકમ 60 લાખ કરતા વધુ થાય છે.

મિનીષા લાંબા
અભિનેત્રી મિનીષા લાંબાની મુંબઈ ઍરપોર્ટે અટક કરવામાં આવી હતી. તેમની પાસેથી 50 લાખ રુપિયાનો હીરાનો સેટ મળી આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ તેમની અટક કરી પૂછપરછ કરી હતી અને દંડ ભર્યા બાદ તેમનો છુટકારો થયો હતો.

બિપાશા બાસુ
બિપાશા બાસુ લંડન ખાતેથી પરત ફરતા હતાં, ત્યારે તેમને 65 હજારના સામાનનું કસ્ટમ ક્લિયરંસ ન કરાવતાં મુંબઈ ઍરપોર્ટે અટકમાં લેવાયા હતાં.

દીયા મિર્ઝા
દીયા મિર્ઝાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટે અટકમાં લેવાયા હતાં. દીયા પાસે લગભગ 2 લાખની કૉસ્મેટિક વસ્તુઓ હતી કે જેની વિગત તેમણે નહોતી આપી.

મલ્લિકા શેરાવત
મુંબઈ ઍરપોર્ટ ઉપર હૉટ અભિનેત્રી મલ્લિકા શેરાવતના ભાઈ વિક્રમ લાંબાને પોલીસે 6 લાખના દાગીના સાથે ઝડપ્યા હતાં કે જેનો હિસાબ નહોતો. ઉપરાંત વિક્રમ પાસેથી ભારે માત્રામાં વિદેશી કરંસી પણ મળી આવી હતી.

એકતા કપૂર
ટીવી ક્વીન એકતા કપૂર પણ ટૅક્સ ચોરીમાં ઝડપાયા હતાં. બૅંકૉકથી ભારત આવતી વખતે તેમની પાસેથી મર્યાદા કરતા વધુ પૈસા અને દાગીના મળી આવ્યા હતાં. તેમની ઉપર લાખોનો દંડ લગાવાયો હતો.

મીકા સિંહ
જાણીતા ગાયક મીકા સિંહને મુંબઈ ઍરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ અટકમાં લીધા હતાં, કારણ કે બૅંકૉકથી તેઓ મર્યાદા કરતા વધુ વિદેશી મુદ્રા લઈ આવ્યા હતાં. તેથી ગ્રીન ચૅનલ ઓળંગતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રણબીર કપૂર
બૉલીવુડ રૉકસ્ટાર રણબીર કપૂરને લંડનથી પરત ફરતી વખતે મુંબઈ ઍરપોર્ટે અટકમાં લેવાયા હતાં. તેમની પાસે કર વગરની વસ્તુઓ હતી. તેમને ત્રણ કલાક રોકી રખાયા હતાં અને પચાસ હજાર રુપિયાના દંડ બાદ છોડવામાં આવ્યા હતાં.

અનુષ્કા શર્મા
વર્ષ 2011માં ટોરંટો ખાતે યોજાયેલ આઇફા સમારંભમાંથી પરત ફરતા અનુષ્કા શર્મા પાસે મર્યાદા કરતા વધુની એસેસરીઝ મળી આવી હતી. મુંબઈ ઍરપોર્ટે લાંબી પૂછપરછ બાદ દંડ આપી છોડવામાં આવ્યા હતાં અનુષ્કાને.

રીચા ચડ્ઢા
તાજેતરમાં રીચા ચડ્ઢા દિલ્હી ઍરપોર્ટે અટકમાં લેવાયા હતાં. જોકે તેમની પાસે કોઈ વાંધાજનક વસ્તુ નહોતી. તપાસ બાદ આયુર્વેદિક પાવડરની પુષ્ટિ થતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
