ઋચા ચડ્ઢાએ ખોલી ઘણા ફિલ્મ મેકર્સની પોલ, કહ્યુ - સાથે ન સૂવા પર અભિનેત્રીને...

સુશાંતના નિધન બાદ હવે ઋચાએ એક બ્લૉગ લખ્યો છે જેમાં તેણે આ બધા મુદ્દાએ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે.

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સોશિયલ મીડિયા પર નેપોટિઝમ વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ આ દરમિયાન ઋચા ચડ્ઢાને પણ નિશાના પર લીધી કે તે સુશાંતને ન્યાય અપાવવા માટે કેમ કંઈ નથી બોલી રહી. હવે ઋચાએ એક બ્લૉગ લખ્યો છે જેમાં તેણે આ બધા મુદ્દાએ પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. ઋચાએ લખ્યુ છે કે લોકો માનસિક સ્વાસ્થ્ય પર વાત કરવાના બદલે નેપોટિઝમ પર વાત કરી રહ્યા છે. આ સાથે જ તેણે લખ્યુ છે કે જે લોકો સુશાંતના નિધન બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે, તે એ જ લોકો છે, જે ખુદની સાથે ન સૂતી અભિનેત્રીને રિપ્લેસ કરી દે છે.

'યે બસ્તી હે મુર્દા-પરસ્તોકી બસ્તી'

'યે બસ્તી હે મુર્દા-પરસ્તોકી બસ્તી'

ઋચાએ પોતાનો આ બ્લૉગ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે પોતાના બ્લૉગની શરૂઆત સાહિર લુધિયાનવીની અમુક લાઈનો સાથે કરી છે - 'યહ ઈક ખિલોના હે, ઈન્સાં કી હસ્તી, યે બસ્તી હે મુર્દા-પરસ્તોકી બસ્તી, યહાં તો જીવન સે હે મોત સસ્તી, યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હે, યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હે...' તેણે લખ્યુ છે કે સાહિર લુધિયાનવીના આ શબ્દો મહિનાથી તેના કાનોમાં ગૂંજી રહ્યા છે.

'ક્રૂર અને દયાળુમાં વહેંચાઈ છે ઈન્ડસ્ટ્રી'

'ક્રૂર અને દયાળુમાં વહેંચાઈ છે ઈન્ડસ્ટ્રી'

તે આગળ લખે છે, 'એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર અને આઉટસાઈડરમાં વહેંચાયેલી છે? પરંતુ મારુ માનવુ છે કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને આખી ઈકો સિસ્ટમ ક્રૂર અને દયાળુ લોકોમાં વહેંચાયેલી છે.' તેણે લખ્યુ કે તે એવુ વિચારે છે કે ઈન્ડસ્ટ્રી એક ફૂડ ચેનની જેમ ચાલે છે. લોકો પણ કંઈ ઓછા બદમાશ નથી, જ્યારે પણ તેમને એવુ લાગે છે કે તે હવે આ રસ્તે ખુદ ચાલી શકે છે તો પોતાનાનો સાથ છોડી દે છે. તેણે લખ્યુ કે એવા પણ ઈનસાઈડર છે જે દયાળુ છે અને એવા પણ આઉટસાઈડર છે જે ઘમંડમાં ચૂર છે. મારા કરિયરના શરૂઆતના સમયમાં જ આઉટસાઈડર્સના કારણે મારો રોલ કાપવામાં આવ્યો હતો.

નેપોટિઝમ પર શું કહ્યુ?

નેપોટિઝમ પર શું કહ્યુ?

ઋચાએ નેપોટિઝમ વિશે કહ્યુ કે આનાથી તેને હસવુ આવે છે અને તે સ્ટાર કિડ્ઝને નફરત નથી કરતી. તેણે લખ્યુ, 'આપણે કેમ એ આશા રાખીએ છીએ? જો કોઈના પિતા સ્ટાર છે, તે એ જ ઘરમાં પેદા થઈ રહ્યા છે, જેમ આપણે આપણા ઘરમાં. શું તમને તમારા માતાપિતા પર શરમ આવે છે. આ ખોટુ છે અને એમાં કોઈ શંકા નથી. અહીં હું જે છુ તે પોતાના કારણે છુ. ઉદાહરણ તરીકે શું તમે મારા બાળકોને કહેશો કે જ્યાં હું મારી સ્ટ્રગલના કારણે પહોંચી, તે તેના પર શરમ કરે.'

'સુશાંત પિક કરવા આવતા હતા'

'સુશાંત પિક કરવા આવતા હતા'

સુશાંત વિશે વવાત કરતા ઋચાએ લખ્યુ, 'સુશાંત અને હું એક થિયેટર ગ્રુપમાં વર્કશૉપ કરી રહ્યા હતા. હું દિલ્લીની અંધેરી વેસ્ટમાં એક દોસ્ત સાથે 700 વર્ગ ફૂટના અપાર્ટમેન્ટમાં રહેતી હતી. સુશાંત પોતાની બાઈક પર મને પિક કરવા આવતા હતા અને રિહર્સલ માટે જતા હતા. જેના માટે હું ખૂબ આભારી છુ. હું એ વખતે ગરીબ નહોતી પરંતુ હું એમ ન કહી શકુ કે જ્યારે હું કોઈ સ્કિન બ્રાંડ માટે જાહેરાત ઑડિશન કરવા માટે નીકળતી તો પૈસા માટે નહોતી વિચારતી. હું ડરતી હતી કે જો હું ઑટોમાં જઈશ તો મારો મેકઅપ ખરાબ થઈ જશે. પરંતુ આવુ સ્ટાર કિડ સાથે કયારેય નથી થતુ. પરંતુ જો કોઈ સ્ટાર કિડ સાથે આવુ થાય, તે ઑટોમાંથી જાય તો તેમની પ્રશંસા કરવામાં આવે છે. હું તેમના વિશેષાધિકારથી નારાજ નથી.'

ફિલ્મ મેકર્સ પર શું કહ્યુ?

ફિલ્મ મેકર્સ પર શું કહ્યુ?

ઋચાએ સુશાંતના દોસ્તોને મળતા નફરતભર્યા મેસેજો પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે તે આ બધુ જોઈને હેરાન છે. તેણે કહ્યુ, 'આ કયા ફેન છે, મે અમુકના પ્રોફાઈલ ચેક કર્યા તો જાણવા મળ્યુ કે આ એ જ છે જે પદ્માવતનુ સ્ટેન્ડ લેવા પર સુશાંતને ગાળો આપતા હતા.' ઋચાએ કહ્યુ, 'જે ઘણા બધા ફિલ્મ નિર્દેશકોએ એક મહિના પહેલા શોક વ્યક્ત કરતા મેસેજ કર્યા હતા, તે એ જ લોકો છે,જે એ અભિનેત્રીઓને રિપ્લેસ કરી દે છે, જે તેમની સાથે સૂવાની ના પાડી દે છે. અને ઘણા તો એવા પણ છે જે એમ કહે છે કે આનુ કંઈ નહિ થાય.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X