ઋષિ કપૂરને પસંદ નથી પુત્ર રણબીરની ફિલ્મો

Rishi-Ranbir
મુંબઈ, 18 સપ્ટેમ્બર : ચાલુ સપ્તાહે રિલીઝ થયેલી પોતાની ફિલ્મ બર્ફી દ્વારા રણબીર કપૂરે સાબિત કરી નાંખ્યું કે બૉલીવુડ તેમની અંદર પોતાનો આગામી સુપરસ્ટાર જોઈ શકે છે.

રણબીરે પોતાને બૉલીવુડનો સ્ટાર બનાવી નાંખ્યો છે, પણ એક બાજુ આખી દુનિયા તેમના વખાણ કરી રહી છે અને તેમને આગામી સુપરસ્ટાર ગણાવી રહી છે, તો બીજી બાજુ રણબીરના પપ્પા ઋષિ કપૂર પોતાના પુત્રની ફિલ્મોથી ખુશ નથી. ઋષિ કપૂરને લાગે છે કે હજુ રણબીર હજી કાચો છે. તેણે ઘણુ બધુ શીખવાનું બાકી છે.

તાજેતરમાં જ એક દૈનિક સમાચાર પત્ર સાથેની વાતચીત દરમિયાન ઋષિ કપૂરે જણાવ્યુ હતું, ‘રણબીર લાર્જર ધેન લાઇફ પાત્રો નહિં ભજવી શકે. મને તેના પ્રત્યે ગૌરવ છે કે તેણે આટલા મોટા-મોટા પડકારો ઝીલ્યાં છે, પણ મને તેની (રણબીર કપૂરની) ફિલ્મો પસંદ નથી, કારણ કે એક એક્ટર તરીકે મને તે પાત્રો પસંદ નથી.'

ઋષિએ જણાવ્યું કે એ વાત સાચી છે કે રણબીરની પોતાની લાઇફ છે અને તેના કોઈ પણ નિર્ણયમાં અમે ક્રાયેરય દખલ નથી કરતાં. જ્યારે રણબીરે ઇન્ડસ્ટ્રી જૉઇન કરવાની હતી, ત્યારે તેણે પોતાની મમ્મી (નીતૂ કપૂર)ને જણાવ્યુ હતું કે તે એવા પાત્ર ભજવવા માંગે છે, જેમ અસલ જીવનમાં તેમની ઉંમરના છોકરાં હોય છે.

ગયા વર્ષે પોતાની ફિલ્મ રૉકસ્ટારમાં પોતાની શાનાર એક્ટિંગને પગલે રણબીરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ પણ મળ્યો હતો અને આ વર્ષે પણ બર્ફી રિલીઝ થયાના પ્રથમ દિવસથી જ બૉક્સ ઑફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. રણબીરની એક્ટિંગનું ઘેલું હવે સમગ્ર દુનિયાને લાગ્યું છે.

સરવાળે ભલે રણબીર કપૂરને આખી દુનિયા પોતાનો સુપરસ્ટાર ગણતી હોય, પણ સ્વયં રણબીરના પપ્પા, જે એક સમયે પોતે બૉલીવુડ ઉપર રાજ કરી ચુક્યાં છે, તેમને પોતાના પુત્રમાં ઘણી ખામીઓ જણાઈ રહી છે.

હવે એવું લાગે છે કે રણબીરે પોતાના પપ્પા પાસેથી કેટલીક એક્ટિંગ ટિપ્સ લેવાની જરૂર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X