For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડી ડે ફિલ્મમાં મારા લુકે ભારે હલચલ મચાવી : ઋષિ કપૂર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 મે : બૉલીવુડના પીઢ અભિનેતા ઋષિ કપૂર પુત્ર રણબીર કપૂર જેટલાં જ વ્યસ્ત છે. તેઓ આ વર્ષે પોતાની સાત ફિલ્મોની રિલીઝિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે કે જેમાં તેમણે જુદા-જુદા પ્રકારના રોલ્સ કર્યાં છે.

rishi-kapoor

ઋષિ કપૂરે એક વાતચીત દરમિયાન જણાવ્યું - આ વર્ષે મેં સાત ફિલ્મો કરી છે. તેમાં ચશ્મે બદ્દૂર તથા ઔરંગઝેબ તો રિલીઝ થઈ ગઈ છે અને હજી પાંચ ફિલ્મો મારી પાસે છે. તેમાં ડી ડેનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત યશ રાજ ફિલ્મ્સ બૅનરની કાંચી તથા બેશરમ ફિલ્મોમાં પણ હું કામ કરી રહ્યો છું. આ તમામ ફિલ્મોમાં મારા રસપ્રદ રોલ છે.

સાઇઠ વર્ષીય ઋષિ કપૂર જણાવે છે - હું મારા કામ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છું. મારૂં કામ મારા માટે મોટો આનંદ છે. એક અભિનેતા તરીકે આ મહાન અભ્યાસ અને સારી યાત્રા છે. મારા તમામ રોલ એક-બીજા કરતાં જુદાં છે.

દરમિયાન નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂરના લુકે ભારે હલચલ પેદા કરી છે. તેમણે જણાવ્યું કે આ લુક ધરવા માટે ખૂબ મહેનત કરી છે. અમે કૅરેક્ટ તથા લુક ઉપર ખૂબ કામ કર્યું છે. મને આ લુક માટે અનેક શુભેચ્છા સંદેશાઓ પણ મળ્યાં છે. આ લુકે ભારે હલચલ પેદા કરી છે અને હું આ ફિલ્મ અંગે આતુર છું.

English summary
Veteran actor Rishi Kapoor seems to be as busy as his son Ranbir. He is excited about the total of seven releases he has this year, and that he plays different characters in each one of them. His look in Nikhil Advani's "D-Day" has created quite a stir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X