For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday Special : એકસઠે અડગ ચિંટૂના ડિફરંટ રોલ્સ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 સપ્ટેમ્બર : 80ના દાયકાના ચૉકલેટી હીરો ઋષિ કપૂર આજે 61 વર્ષના થઈ ગયાં છે, પરંતુ આજેય તેઓ અભિનય ક્ષેત્રે અડગ છે અને એક ચાર્મિંગ હીરોથી લઈ આજે તેઓ ડિફરંટ પ્રકારના નકારાત્મક કે હકારાત્મક તમામ પ્રકારના રોલ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે તેઓ એક કાબેલ અભિનેતા છે તથા ચરિત્ર ભૂમિકાઓ કરવી પસંદ કરશે, પરંતુ તેઓ માત્ર એક પિતા તરીકેની ભૂમિકા જ નથી કરવા માંગતાં.

અગ્નિપથની રીમેકમાં રઉફ લાલાના પાત્રમાં સૌને આશ્ચર્યમાં મૂકી દેનાર ઋષિ કપૂર ગ્રેટ શો મૅન રાજ કપૂરના પુત્ર છે અને તેમણે બૉબી ફિલ્મથી પોતાની કૅરિયર શરૂ કરી હતી. તેઓ કહે છે - હું વિનમ્ર બનવાની કોશિશ નથી કરતો, પણ મેંવિવિધ પ્રકારના પાત્રો સાથે પ્રયોગો કર્યાં છે. હું પિતાની ભૂમિકામાં બંધાવવા નથી માંગતો. હું ચરિત્ર ભૂમિકાઓ ભજવવા માંગુ છું.

પોતાના દોરમાં બૉબી, પ્રેમ રોગ, ખેલ ખેલ મેં અને રફૂચક્કર જેવી ફિલ્મો આપનાર ઋષિ કપૂરે બૉલીવુડમાં નવી ઇનિંગ દરમિયાન ફના તથા નમસ્તે લંડન જેવી ફિલ્મોમાં પિતાની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત દો દૂની ચાર ફિલ્મમાં સ્કૂલ શિક્ષક સંતોષ દુગ્ગલની ભૂમિકા ભજવનાર ઋષિ કપૂરે જણાવ્યું - જો હું કોઈ ફિલ્મમાં છું, તો તેના નિર્માતાએ આ વાતનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવો જોઇએ કે જેથી હું અભિનય કરી શકું અને પોતાને કાબેલ અભિનેતા અનુભવી શકું. હું અભિનય પણ સારું કરવા માંગીશ. હું તે રીતે કલ્પનાઓ પણ કરી શકીશ.

ઋષિ કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં હરિયાણાના પોલીસ અધિકારીનો રોલ કર્યો છે, તો ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર કથિત રીતે દાઉદ ઇબ્રાહીમનો રોલ કરતાં નજરે પડ્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ ઋષિ કપૂરે બૉલીવુડમાં પોતાની બીજી ઇનિંગમાં ભજવેલી કેટલીક મહત્વની ભૂમિકાઓ.

અગ્નિપથ

અગ્નિપથ

અમિતાભ બચ્ચનની અગ્નિપથ ફિલ્મની રીમેકમાં ઋષિ કપૂરે રઉફ લાલાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં ઋતિક રોશન લીડ રોલમાં હતાં.

ઔરંગઝેબ

ઔરંગઝેબ

તાજેતરમાં રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મમાં ઋષિ કપૂરે હરિયાણાના પોલીસ અધિકારીનો દમદાર રોલ કર્યો છે.

દો દૂની ચાર

દો દૂની ચાર

દો દૂની ચાર ફિલ્મમાં ઋષિ કપૂરે પિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં તેમની સાથે તેમના પત્ની નીતૂ સિંહ હતાં.

ફના

ફના

આમિર ખાનની ફના ફિલ્મમાં પણ ઋષિ કપૂર પિતાના રોલમાં હતાં.

નમસ્તે લંડન

નમસ્તે લંડન

અક્ષય કુમાર અને કૅટરીના કૈફની નમસ્તે લંડન ફિલ્મમાં ઋષિ કપૂરે કૅટરીનાના પિતાની ભૂમિકા ભજવી હતી.

ડી ડે

ડી ડે

તાજેતરમાં જ રિલીઝ થયેલ ફિલ્મ ડી ડેમાં ઋષિ કપૂરનો લુક કંઇક આવો હતો. આ ફિલ્મમાં ઋષિ કપૂરે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમનો રોલ કર્યો હતો.

કલ કિસને દેખા

કલ કિસને દેખા

કલ કિસને દેખા ફિલ્મમાં પ્રોફેસરની ભૂમિકામાં હતાં ઋષિ કપૂર.

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ

પટિયાલા હાઉસ ફિલ્મમાં સરદારના રોલમાં ઋષિ કપૂર.

યે હૈ જલવા

યે હૈ જલવા

યે હૈ જલવા ફિલ્મમાં સલમાન ખાનના નાજાયજ પિતાનો રોલ કર્યો હતો ઋષિ કપૂરે.

બેશરમ

બેશરમ

આગામી ફિલ્મ બેશરમમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહ પ્રથમ વાર પોતાના પુત્ર રણબીર કપૂર સાથે દેખાશે. ઋષિ-નીતૂ આ ફિલ્મમાં પોલીસ વાળાના રોલમાં જોવા મળશે.

શુદ્ધ દેસી રોમાંસ

શુદ્ધ દેસી રોમાંસ

ઋષિ કપૂર આ શુક્રવારે રિલીઝ થતી સુશાંત સિંહ રાજપૂત તેમજ પરિણીતી ચોપરાની શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પણ કંઇક જુદા જ અંદાજમાં નજરે પડનાર છે.

English summary
The popular chocolate hero of the 1980s, Rishi Kapoor says he is "a competent actor" and would like to try out character roles and that he doesn't want to be typecast as a typical onscreen dad. Today his 61st birthday. See His different roles at 2nd inning in bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X