જેનેલિયાએ મને બદલી નાંખ્યો : રીતેશ દેશમુખ
મુંબઈ, 5 જાન્યુઆરી : રાજકીય કુટુમ્બ સાથે સંબંધ ધરાવતા અભિનેતા રીતેશ દેશમુખ હવે નિર્માતા બની ગયાં છે. આ અંગેની ક્રેડિટ તેઓ પોતાના પત્ની જેનેલિયા ડિસૂઝાને આપે છે.

રીતેશ દેશમુખે ગત ગુરુવારના રોજ ટ્વિટર પર લખ્યુ હતું કે આજે તેમને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યે દસ વરસ થઈ ગયાં. મેં અને જેનેલિયાએ તુઝે મેરી કસમ ફિલ્મથી શરુઆત કરી હતી અને આજે અમે પતિ-પત્ની બની ચુક્યાં છે. લોકોએ મને પસંદ કર્યું. તેના માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું. તેમના પ્રેમ અને ધૈર્યના કારણે જ હું અત્યાર સુધી ટકેલો છું, પરંતુ હવે હું લોકોના પ્રેમ તથા જેનેલિયાએ કહેતાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ડગ માંગી રહ્યો છું. આશા કરુ છું કે આપ લોકો મને આ રોલમાં પસંદ કરશો. નિર્માતા તરીકે મારી પ્રથમ ફિલ્મ છે બાલક પાલક. આ એક મરાઠી ફિલ્મ છે.
આપને જણાવી દઇએ કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં રીતેશ અને જેનેલિયાએ પોતાના નવ વરસના પ્રેમને લગ્નનું નામ આપ્યુ હતું. બંનેના લગ્ન પ્રથમ મરાઠી રીત-રિવાજ મુજબ થયા, પછી ખ્રિસ્તી ધર્મ પ્રમામે પણ થયાં. આ લગ્નના કેટલાંક દિવસ બાદ રીતેશના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરાસરાવ દેશમુખનું કિડની રોગના કારણે નિધન થઈ ગયું.
રીતેશનું કહેવું છે કે જેનેલિયા વગર તેઓ બિલ્કુલ અપૂર્ણ છે. જેનેલિયાએ તેમને અને તેમની લાઇફ પૂર્ણત્વે બદલી નાંખી છે. તેઓ જેનેલિયા વગર જીવન અંગે વિચારી શકે નહીં.
નોંધનીય છે કે રીતેશ દેશમુખના લગ્ન સમારંભમાં અભિષેક બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગણ, કાજોલ, શાહરુખ ખાન, શાહિદ કપૂર, સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, કરણ જૌહર, રાહુલ દેવ, સુભાષ ઘાઈ, અસીન, સંજય કપૂર, જૅકી શ્રૉફ, સાજિદ નડિયાદવાલા તથા સાજિદ ખાન પણ પહોંચ્યા હતાં.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
