Rohit Shetty B'day: એક સમયે 35 રુપિયા હતો પગાર, પોતાના દમ પર કમાઈ આટલા કરોડની સંપત્તિ
બૉલિવુડના સફળ નિર્દેશક ગણાતા રોહિત શેટ્ટી આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. હવે રોહિત શેટ્ટી કરોડોની સંપત્તિના માલક છે.

Rohit Shetty B'day: બૉલિવુડના સફળ નિર્દેશક ગણાતા રોહિત શેટ્ટી આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમની મોટાભાગની ફિલ્મોમાં કૉમેડી અને એક્શનનુ મિશ્રણ હોય છે. રોહિતે ગોલમાલ જેવી કૉમેડી અને સિંઘમ જેવી એક્શન ફિલ્મોનુ સફળ નિર્દેશન કર્યુ છે. જો કે, આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે. એક સમયે રોહિત શેટ્ટી અભિનેત્રીઓની સાડીઓ પ્રેસ કરવાનુ કામ કરતા હતા. રિપોર્ટ મુજબ રોહિત શેટ્ટીને આ કામ કરવાના 35 રુપિયા મળતા હતા. રોહિત શેટ્ટીએ ઘણી ફિલ્મોમાં અક્ષય કુમારના બૉડી ડબલનુ કામ કર્યુ છે. પરંતુ હવે રોહિત શેટ્ટી કરોડોની સંપત્તિના માલક છે.

સખત સંઘર્ષ કર્યો
એક ઈન્ટરવ્યુમાં રોહિત શેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે તેણે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સખત સંઘર્ષ કર્યો હતો. તેણે શેર કર્યુ હતુ- 'લોકોને લાગે છે કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છુ, તેથી મારી સફર સરળ રહી. જ્યારે મે કામ કરવાનુ શરૂ કર્યુ ત્યારે મને માત્ર રૂ.35 મળતા હતા. એવો સમય હતો જ્યારે મારે ભોજન અને મુસાફરી વચ્ચે પસંદગી કરવાની હતી. ક્યારેક મારે ખાવાનુ છોડી દેવુ પડ્યુ તો ક્યારેક મુસાફરી છોડવી પડી.

મહિને આટલી કમાણી
રોહિત શેટ્ટીની માસિક કમાણી 2થી 3 કરોડ છે. રોહિત શેટ્ટી જાહેરાતથી લઈને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સુધી ઘણી કમાણી કરે છે. આ સિવાય રોહિત શેટ્ટી ફિલ્મ પ્રોડક્શન, ટીવી હોસ્ટિંગ અને જજ બનીને પણ મોટી કમાણી કરે છે.

આટલા કરોડની સંપત્તિ
રોહિત શેટ્ટીની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 300 કરોડથી વધુ છે. રોહિત શેટ્ટી ઘણી મોંઘી પ્રોપર્ટીના માલિક પણ છે. રોહિત શેટ્ટીનુ મુંબઈમાં આલિશાન ઘર છે. ઘણા અહેવાલો અનુસાર, નવી મુંબઈમાં તેનુ પોતાનુ ઘર છે જે તેણે વર્ષ 2013માં ખરીદ્યુ હતુ અને તેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે બીજી ઘણી પ્રોપર્ટી છે.

કાર કલેક્શન
રોહિત શેટ્ટી ભલે ફિલ્મોમાં હવામાં ગાડીઓ ઉડતો જોવા મળે પરંતુ વાસ્તવિક જીવનમાં તેને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. રોહિત શેટ્ટી પાસે BMW, રેન્જ રોવર અને મર્સિડીઝ સહિત ઘણી કાર છે જેની કિંમત કરોડોમાં છે.












Click it and Unblock the Notifications
