જન્મ દિવસ સ્પેશિયલ : રોમાંસ તો કોઈ ઋષિ પાસેથી શીખે...

મુંબઈ, 4 સપ્ટેમ્બર : આજે બૉલીવુડના ચાર્મિંગ સ્ટાર ઋષિ કપૂરનો જન્મ દિવસ છે. ફિલ્મ બૉબી સાથે પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કરનાર ઋષિએ હિન્દી સિનેમામાં તરુણાવસ્થાથી શરૂઆત કરી હતી. ઋષિ આજે 61 વર્ષના થઈ ગયાં છે, પરંતુ આજે પણ તેમની વાતોમાં લોકો રૂમાનિયત અનુભવે છે.

કપૂર ખાનદાનની ત્રીજી પેઢીને બૉલીવુડમાં પ્રકાશિત કરનાર ઋષિ કપૂરે અનેક એવી ફિલ્મો કરી છે કે જેને આજે પણ જોવાનું યુવાનો પસંદ કરે છે. તેથી લોકો તેમને બૉલીવુડનો સૌથી લકી તથા સક્સેસફુલ મજનૂ કહે છે કે જેની ઉપર ઉંમરની અસર નથી. તેમના ફૅન્સ તેમને પ્રેમથી ચિંટૂ બોલાવે છે. એક વખત એક ટેલીવિઝન ચૅનલના વિક્રેતાએ જણાવ્યુ હતું કે આજે પણ જ્યારે ટીવી ઉપર બૉબી તથા સાગર જેવી ફિલ્મો દર્શાવાય છે, તો તેની ટીઆરપી કોઈ પણ નવી ફિલ્મ કરતાં વધુ હોય છે. તેથી અનુમાન કરી શકાય કે લોકો કઈ રીતે પોતાના આ સ્ટારને પ્રેમ કરે છે.

નાયક, કૉમેડિયન, ચરિત્ર રોલ ભજવી તો ઋષિ કપૂરે લોકોને પોતાના ફૅન્સ બનાવ્યાં જ છે, પણ ગત વર્ષે આવેલી કરણ જૌહર કૃત હિટ ફિલ્મ અગ્નિપથમાં વિલનની ભૂમિકા ભજવી ઋષિ કપૂર એમ સાબિત કરવામાં સફળ રહ્યા હતાં કે તેમના લોહીમાં અભિનય વસે છે કે જે કોઈ પણ આકાર લઈ શકે છે.

આવો તસવીરો સાથે જાણીએ ઋષિ કપૂર અંગે વધુ વિગતો :

ટોચની અભિનેત્રીઓ સાથે રોમાંસ

ટોચની અભિનેત્રીઓ સાથે રોમાંસ

ભલે બૉલીવુડમાં ઋષિને ક્યારેય નંબર વનની પૉઝિશન ન મળીય હોય, પણ તેમમે દરેક તબક્કાની ટોચની અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી હતી.

ફિલ્મી કૅરિયરથી ખુશ

ફિલ્મી કૅરિયરથી ખુશ

એક ઇંટરવ્યૂમાં ચિંટૂએ જણાવ્યુ હતું કે તેઓ પોતાના ફિલ્મી કૅરિયરથી ખુશ છે. દર્શક તેમને આ ઉંમરે પણ પ્રેમ કરે છે. તે બદલ તેઓ તેમનો આભાર વ્યક્ત કરે છે.

પુત્ર ઉપર ગર્વ

પુત્ર ઉપર ગર્વ

ઋષિ આજે પોતાના પુત્ર રણબીરના કામથી પણ ખુશ છે. તેમનું માનવું છે કે તેમનો પુત્ર તેમના કરતા સારો કલાકાર છે. તેની ફિલ્મો જોઈ તેઓ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

લવિંગ-કૅરિંગ પાપા

લવિંગ-કૅરિંગ પાપા

રણબીરનું કહેવું છે કે તેમના પપ્પા ઇઝ ગ્રેટ મૅન... તેઓ દુનિયાના સૌથી સારા પપ્પા છે. તેઓ જે પણ રોલ કરે છે, તેમાં તેઓ કમાલ લાગે છે. બંને એક સાથે બેશરમ ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં નીતૂ સિંહ પણ છે.

હૅપ્પી બર્થ ડે

હૅપ્પી બર્થ ડે

વનઇન્ડિયા પરિવાર પણ ઋષિ કપૂર ઉર્ફે ચિંટૂને તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X