માધુરીના પિતા શંકર દીક્ષિતનું નિધન
મુંબઈ, 13 સપ્ટેમ્બર : એક દુઃખદ સમાચાર બૉલીવુડમાંથી આવે છે. હિન્દી સિનેમાના બહેતરીન, સુંદર અને ટૅલેંટેડ અભિનેત્રીઓમાંના એક માધુરી દીક્ષિતના માથેથી આજે તેમના પિતાનો સાયો ઉઠી ગયો. માધુરી દીક્ષિતના પિતા 91 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. શંકર દીક્ષિતે આજે સવારે છેલ્લા શ્વાસ લીધા.

માધુરીના પ્રવક્તાએ જણાવ્યું કે માધુરીના પિતા તેમની સાથે જ રહેતા હતાં. તેઓ થોડાક વખતથી બીમાર હતાં. આજે સવારે મુંબઈમાં જુહૂ આવાસ ઉપર તેમનું નિધન થઈ ગયું. તેમના નિધન બાદ ટુંકમાં જ એક પ્રાર્થના સભાયોજાશે. માધુરીએ એક નિવેદનમાં જણાવ્યું - અમે તેમની ઉણપ અનુભવશું, પરંતુ અમે જાણીએ છીએ કે તેમણે પોતાનું જીવન સમ્પૂર્ણપણે જીવ્યું. અમે તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે જેમણે આવા સમયે અમને પોતાની સાંત્વનાઓ મોકલી અને પ્રાર્થનાઓ કરી.
માધુરી દીક્ષિત આજકાલ કલર્સ ટેલીવિઝન ચૅનલના ડાન્સ રિયલિટી શો ઝલક દિખલાને જજ કરી રહ્યાં છે. આ અઠવાડિયા આ શોનું ગ્રાન્ડ ફિનાલે થનાર હતું, પરંતુ માધુરીના પિતાના આકસ્મિક નિધનના પગલે હવે માધુરી દીક્ષિત ગ્રાન્ડ ફિનાલે અટૅન્ડ નહીં કરી શકે. માધુરીના સ્થાને કદાચ પ્રિયંકા ચોપરા જજની ખુરશીએ બેસશે.
માધુરીના પિતાના નિધન અંગે શ્રીદેવી, કરણ જૌહર, ઝલકની સમગ્ર ટીમે પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યું છે. શ્રીદેવીએ ટ્વીટ કર્યું છે - હું આપના પિતા અંગે સાંભળી સ્તબ્ધ છું. આપના પરિવાર સાથે મારી સાંત્વનાઓ છે. શ્રી દીક્ષિતના આત્માને શાંતિ મળે.












Click it and Unblock the Notifications
