માતાને યાદ કરી રડી પડ્યો ક્રૂર કાંચા ચીના
મુંબઈ, 30 નવેમ્બર : ફિલ્મ અગ્નિપથમાં ક્રૂર કાંચા ચીનાનો રોલ કરનાર બૉલીવુડના મુન્નાભાઈ તે વખતે ઇમોશનલ થઈ ગયાં કે જ્યારે તેઓ પોતાના માતા નરગિસ દત્તને યાદ કરતા હતાં. મોકો હતો નરગિસ દત્ત મેમોરિયલ કૅંસર ફાઉન્ડેશન તેમજ બ્રિટન સ્થિત ગેરસરકારી સંસ્થા હીલિંગ લિટલ હાર્ટ્સ વચ્ચે જોડાણની જાહેરાત કરવાનો. આ પ્રસંગે સંજય દત્ત પોતાના માતા વિશે વાત કરતાં-કરતાં અચાનક રડી પડ્યાં.

તાજેતરમાં યોજાયેલ એક પ્રેસમીટ દરમિયાન આ દૃશ્ય સર્જાયું. સંજય સાથે તેમના પત્ની માન્યતા પણ હતાં. અહીં ન તો કોઈ ફિલ્મી સીન હતું કે ન તો સંજય દત્તની આંખોમાં ગ્લિસરીન લગાયેલુ હતું. તેમની આંખોમાંથી રીયલ આંસુ સરી પડ્યા હતાં. સંજય દત્તે જણાવ્યું કે આજે પણ તેઓ પોતાના માતાને પોતાની સાથે અનુભવે છે. આજે પણ તેમને લાગે છે કે તેમના માતા તેમની આસપાસ જ છે. સંજય દત્તે જણાવ્યું કે આજે પણ તેઓ એ દૃશ્ય ભુલ્યા નથી કે જ્યારે તેમના માતા છેલ્લા શ્વાસ ગણતા હતાં અને વારંવાર એમ જ કહેતા હતાં કે ઉપરવાળો તેમને થોડુંક જીવન હજુ બખ્શી આપત તો હું સંજૂની પ્રથમ ફિલ્મ રૉકીની રિલીઝ જોઈ લઉં, પરંતુ એવું થઈ ન શક્યું અને મારા માતા મારાથી ખૂબ દૂર ચાલ્યા ગયાં.
સંજયે જણાવ્યું કે તેઓ આશા કરે છે કે આ જોડાણ તે બાળકો માટે મદદગાર સાબિત થશે કે જેમની માતાઓ આ પ્રાણઘાતક બીમારીથી પીડાય છે. આશા કરુ છું કે તે સૌના માતાઓ આ બીમારીમાંથી મુક્ત થઈ જશે અને કોઈ પણ પુત્રે કસમયે પોતાના માતાને ગુમાવવી નહિં પડે, કારણ કે માતાનું સ્થાન દુનિયામાં કોઈ નથી લઈ શકે.
નોંધનીય છે કે રૉકીની રિલીઝની થોડાંક મહીના અગાઉ જ નરગિસ દત્તનું કૅંસરના કારણે અવસાન થયુ હતું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
