Happy Birthday : અને સૈફૂ બની ગયા સૈફીના!

મુંબઈ, 16 ઑગસ્ટ : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાનનો આજે 43મો જન્મ દિવસ છે. આજના જ દિવસે સૈફે પટોડી ખાનદાનામાં જન્મ લીધો હતો. ગત વર્ષે 42મા જન્મ દિવસ સુધી સૈફૂ જેવા હુલામણા નામે ઓળખાતાં સૈફ અલી ખાન 43મો જન્મ દિવસ સૈફીના તરીકે જાણીતા થઈ ગયાં છે, કારણ કે ગત વર્ષે જન્મ દિવસની ઉજવણીના બે માસ બાદ જ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતાં.

સૈફ અલી ખાનનો યંગ ડૅશિંગ લુક આજે પણ યુવતીઓના હૃદયના ધબકાર વધાવી દે છે. સૈફની ટૉપ ટેન બૉલીવુડ એક્ટર્સમાં ગણતરી થાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સૈફના કૅરિયરમાં સારા વળાંકો આવ્યાં છે. સાથે જ તેમના જીવનમાં પણ કરીના કપૂર જેવા બેગમે પગલા મૂક્યાં છે કે જેઓ તેમના માટે લકી સાબિત થઈ રહ્યાં છે. તેમના કૅરિયરની દિલ ચાહતા હૈ, કલ હો ના હો જેવી ફિલ્મોમાં તેમની એક્ટિંગ વખાણવા લાયક રહી છે

સૈફ અલી ખાનના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતાં કે જેમના વડે તેમના બે બાળકો છે, પણ અમૃતા સાથે સંબંધ વધુ સમય ટકી ન શક્યો. ગત 17મી ઑક્ટોબર, 2012ના રોજ સૈફ-કરીનાએ લગ્ન કર્યાં અને આ સાથે જ આ જોડી સૈફીના જેવા હુલામાણા નામે ઓળખાવા લાગી.

વર્ષ 2000ના આરંભે સૈફની એક્ટિંગની લોકોએ પ્રશંસા કરી. સૈફના માતા શર્મિલા ટાગોર પોતાના સમયના બહેતરીન અભિનેત્રી હતાં. શર્મિલાએ મંસૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરી લીધાં. સૈફના બહેન સોહા અલી ખાન પણ બૉલીવુડ અભિનેત્રી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર બૉલીવુડના સિમ્પલ કપલ તરીકે જાણીતાં છે. સૈફ આજે 43મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ સૈફ અલી ખાન અંગે વધુ વિગતો :

સૈફ-કરીના બન્યાં સૈફીના

સૈફ-કરીના બન્યાં સૈફીના

કરીના કપૂર તથા સૈફ અલી ખાનની જોડી બૉલીવુડની હૉટેસ્ટ જોડીઓમાંની એક છે. સૈફ અને કરીનાએ 17મી ઑક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યાં અને આ સાથે આ જોડી સૈફીના તરીકે જાણીતી થઈ.

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ

સૈફ અલી ખાનની દિલ ચાહતા હૈ બહેતરીન ફિલ્મોમાંની એક હતી. 2001માં આવેલી ફિલ્મમાં આમિર ખાન અને અક્ષય ખન્ના પણ હતાં, જ્યારે નાયિકા પ્રીતિ ઝિંટા હતાં.

કલ હો ના હો

કલ હો ના હો

સૈફની બેસ્ટ ફિલ્મોમાં કલ હો ના હોનો પણ સાવેશ થાય છે. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા, શાહરુખ ખાન જેવા મોટા સ્ટાર હોવા છતાં સૈફની એક્ટિંગ વખણાઈ હતી.

ઓમકારા-પરિણિતી

ઓમકારા-પરિણિતી

સૈફની ઓમકારા તથા પરિણિતી પણ સફળ ફિલ્મો છે. બંને ફિલ્મોમાં તેમની એક્ટિંગ ખૂબ વખણાઈ હતી.

હમ તુમ, સલામ નમસ્તે, લવ આજ કલ

હમ તુમ, સલામ નમસ્તે, લવ આજ કલ

હમ તુમ, સલામ નમસ્તે અને લવ આજ કલ ફિલ્મો પણ સૈફના કૅરિયરની બેસ્ટ ફિલ્મો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X