ઈદ પર બિયર પીતો ફોટો પોસ્ટ કરવા પર સૈફનો પુત્ર થયો ટ્રોલ
સોશિયલ મીડિયા ટ્રોલર્સે ઈબ્રાહિમને એક ફોટો પોસ્ટ કરવા પર નિશાના પર લીધો છે. ઈબ્રાહિમે ઈદ પર બિયર પીતો એક ફોટો શેર કર્યો હતો જે લોકોને બહુ ખાસ પસંદ ન પડ્યો અને તેને ટ્રોલ કરવા લાગ્યા.
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન ભલે પોતે લાઈમલાઈટથી દૂર રહે પરંતુ તેના બાળકો હંમેશા સમાચારોમાં ચમકતા રહે છે. અત્યાર સુધી તો માત્ર તેનો નાનો દીકરો તૈમુર અને દીકરી સારા ચર્ચામાં હતા પરંતુ હવે તેનો મોટો પુત્ર ઈબ્રાહિમ પણ સમાચારોમાં છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા ટ્રોલર્સે ઈબ્રાહિમને એક ફોટો પોસ્ટ કરવા પર નિશાના પર લીધો છે. ઈબ્રાહિમે ઈદ પર બિયર પીતો એક ફોટો શેર કર્યો હતો જે લોકોને બહુ ખાસ પસંદ ન પડ્યો અને તેને ટ્રોલ કરવા લાગ્યા.

બિયર સાથે ઈદ પર પોસ્ટ કર્યો ફોટો
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ પોતાના એક ફોટાના કારણે ટ્રોલ થઈ ગયો છે. ઈબ્રાહિમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈદના દિવસે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં ઈબ્રાહિમ પુલમાં બેઠો છે અને હાથમાં એક કેન પકડ્યુ છે જે થેચર્સ ગોલ્ડ બિયર છે. ઈદના પ્રસંગે બિયર પીવા પર સોશિયલ મીડિયાએ ઈબ્રાહિમની ક્લાસ લઈ લીધી છે.

સોશિયલ મીડિયા યુઝર્સે લગાવી ક્લાસ
ઈદના દિવસે 17 વર્ષના ઈબ્રાહિમનો આ ફોટો તેના ફેન્સને ના ગમ્યો. સોશિયલ મીડિયા યુઝર્સે તેને ઈદના દિવસે દારૂને હાથ લગાવવા પર ખરુ ખોટુ સંભળાવ્યુ. યુઝર્સે લખ્યુ કે તેને શરમ આવવી જોઈએ કે તે ઈદના દિવસે દારૂ પી રહ્યો છે. કેટલાકે ઈબ્રાહિમને પૂછ્યુ કે ઈદ મનાવવાની આ કેવી રીત છે. વળી, કેટલાક યુઝર્સને ઈબ્રાહિમના આ ફોટાથી કોઈ પ્રોબ્લેમ નહોતો.

બહેન સારા ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે
ઈબ્રાહિમના ફેન્સે લખ્યુ આ ફોટામાં તે એકદમ પોતાના પિતાની જેમ લાગી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ હજુ અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તેની બહેન સારા થોડાક સમયમાં બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કેદારનાથ' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. વળી, તે રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંબા' પણ કરી રહી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
