Saif Ali Khan attack : સૈફ અલી ખાન પહેલા આ બોલિવૂડ સ્ટાર્સ પર પણ થઈ ચુક્યો છે હુમલો, જુઓ લિસ્ટ
Saif Ali Khan attack : અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ પુરા બોલિવૂડને હચમચાવી દીધુ છે. આ હુમલા બાદ ઘણા સ્ટાર્સની સુરક્ષામાં વધારા કરવામાં આવી રહ્યાં છે.
સૈફ અલી ખાન પર મોટી રાત્રે તેના જ ઘરમાં એક વ્યક્તિ દ્વારા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાનને ગંભીર ઈજાઓ પહોંચી છે અને લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જણાવી દઈએ કે, સૈફ અલી ખાન પર થયેલા હુમલા જેવી ઘટના બોલિવૂડમાં નવી નથી. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ પણ જીવલેણ હુમલા થઈ ચુક્યા છે.
સલમાન ખાન
સલમાન ખાન બોલિવૂડનો ફેમસ એક્ટર છે.તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. તેના ઘર બહાર ઘણી વખત ગોળીબારની ઘટનાઓ પણ બની છે. આ પછી અભિનેતાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી અને ઘણી વખત હુમલાના પ્રયાસો પણ થયા છે.
એપી ઢિલ્લોન
ઘણા મહિનાઓ પહેલા એપી ઢિલ્લોનના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સમાચાર અનુસાર, તેના પર લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગાયક તે ઘાયલ થયા હતા અને તેમની સુરક્ષા લાંબા સમય સુધી વધારી દેવામાં આવી હતી.
સોનુ નિગમ
સોનુ નિગમ એક પ્રખ્યાત બોલિવૂડ ગાયક છે અને જણાવી દઈએ કે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સોનુ નિગમને ગંભીર ઈજા થઈ હતી. આ સિવાય આ ઘટનામાં તેના ભાઈને પણ ઈજા થઈ હતી.
આદિત્ય નારાયણ
આદિત્ય નારાયણ એક પ્રખ્યાત સિંગર અને અભિનેતા છે. તે ઉદિત નારાયણનો પુત્ર છે અને ઘણા કોન્સર્ટમાં પણ જોવા મળે છે. એક કોન્સર્ટ દરમિયાન તેના પર હુમલો થયો હતો, જેમાં એક માણસ વારંવાર તેના પગ પર પ્રહાર કરી રહ્યો હતો. બાદમાં આદિત્યએ તેના પર ફોન ફેંકીને માર્યો હતો.












Click it and Unblock the Notifications
