પાકિસ્તાની મહેમાનો પણ આવશે સૈફના લગ્નમાં
મુંબઈ, 12 ઑક્ટોબર : સૈફ-કરીનાના લગ્ન આડે હવે ગણતરીના ચાર દિવસ રહ્યાં છે. પટૌડી પૅલેસ ખાતે મહેમાનોનું આવાગમન શરૂ થઈ ગયું છે. એક બાજુ ભારતમાં રહેતા સૈફના સંબંધીઓ આ લગ્નનો બહિષ્કાર કરી રહ્યાં છે તો બીજી બાજુ તેમના પિતરાઈ ભાઈ સુલતાન ખાન તેમજ ચાચા શહરયાર ખાન પાકિસ્તાનથી આ લગ્નમાં ભાગ લેવા આવી રહ્યાં છે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરા છે.

આપને જણાવી દઇએ કે સૈફનાં કેટલાંક સંબંધીઓ હૈદરાબાદ રહે છે. તેઓ આ લગ્નમાં નથી આવવાના. તેમાંથી અડધા લોકો એટલા માટે નારાજ છે કે કરીના હિન્દૂ છે, તો કેટલાંક સૈફના માતા શર્મિલા ટાગોરથી નારાજ છે. કહે છે કે તેઓ મિલ્કતમાં ભાગ અંગે શર્મિલાથી નારાજ છે.
પટૌડી પૅલેસ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. બીજી બાજુ કરીનાના ઘરે પણ સંગીત અને પીઠી ચોળવાની વિધિની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય તો એમ પણ છે કે કરીનાની મોટા બહેન કરિશ્મા કપૂર સંગીતમાં ડાંસ કરવા માટે ડાંસ શીખી રહી છે.












Click it and Unblock the Notifications
