સૈફ બન્યાં સો કરોડ ક્લબમાં જોડાનાર ચોથા ખાન
મુંબઈ, 13 ફેબ્રુઆરી : અબ્બાસ મસ્તાનની રેસ 2 ફિલ્મ વર્ષ 2013ની પ્રથમ સુપરહિટ ફિલ્મ છે. આ પહેલી વાર છે કે સૈફ અલી ખાનનો આ ક્લબમાં સમાવેશ થયો છે.
આ અગાઉ સો કરોડ ક્લબમાં માત્ર સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાનનું જ વર્ચસ્વ હતું, પરંતુ સૈફે હવે આ ક્લબમાં પ્રવેશ કર્યો છે કે જેના કારણે સૈફ અલી ખાન આ ક્લબના ચોથા ખાન બન્યાં છે. એટલું જ નહીં રેસ 2 ફિલ્મના પગલે દીપિકા પાદુકોણેનો પણ પ્રથમ વાર આ ક્લબમાં સમાવેશ થયો છે. જોકે સૈફ-દીપિકાએ ગત વર્ષે પણ કૉકટેલ જેવી હિટ ફિલ્મ આપી હતી, પરંતુ તે સો કરોડનો ભાગ ન બની શકી હતી.

બીજી બાજુ હવે ફિલ્મ સમીક્ષકો દીપિકા-સૈફની જોડીને બૉક્સ ઑફિસ હિટ પૅર્સમાં ગણવા લાગ્યાં છે, કારણ કે બંનેની સાથે કરાયેલ અત્યાર સુધીની ત્રણ ફિલ્મો લવ આજ કલ, કૉકટેલ તેમજ રેસ 2એ ટિકિટ બારીએ શાનદાર બિઝનેસ કર્યો છે. તેના કારણે નિર્માતાઓ પણ આ જોડી ઉપર પૈસા લગાવી રહ્યાં છે. નંબર ગેમમાં વિશ્વાસ ધરાવતાં દીપિકા માટે રેસ 2ની સફળતા નવા વર્ષની ગિફ્ટ છે. એમ તો તેઓ આ વર્ષે સતત વ્યસ્ત જ છે.
રેસ 2ની જેમ જ દીપિકાને હવે સંજય લીલા ભાનુશાળીની ભવ્ય ફિલ્મ રામલીલા પાસે પણ ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં તેમના હીરો છે રણવીર સિંહ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
