• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રીતેશની કૉમેડીમાં હવે લાગશે સૈફનો તડકો

|

મુંબઈ, 5 માર્ચ : રીતેશ દેશમુખ કે જેઓ કાયમ પોતાની શ્રેષ્ઠ કૉમેડી અંગે ચર્ચામાં રહ્યાં છે, તેઓ પુનઃ એક વાર લોકોને હસાવવા તૈયાર છે, પરંતુ આ વખતે રીતેશનો સાથ આપશે બૉલીવુડના છોટે નવાબ એટલે કે સૈફ અલી ખાન. સૈફ અને રીતેશની જોડી પ્રથમ વાર કોઈ ફિલ્મમાં સાથે નજરે પડશે અને તે પણ કોઈ કૉમેડી ફિલ્મમાં. સૈફ અલી ખાનની આ પ્રથમ કૉમેડી ફિલ્મ હશે.

ritesh-saif

આવ નવી અને અનોખી જોડીને પહેલી વાર પડદે લાવશે સાજિદ ખાન કે જેમની પાંચમી ફિલ્મ હિમ્મતવાલા ટુંકમાં જ રિલીઝ થવાની છે. સાજિદ ખાન સાથે સૈફ અલી ખાનની આ પ્રથમ ફિલ્મ હશે. સાજિદે અત્યાર સુધી ડરના જરૂરી હૈ, હે બેબી, હાઉસફુલ અને હાઉસફુલ 2 ફિલ્મો બનાવી છે. આ તમામ ફિલ્મોને સારીએવી સફળતા મળી હતી અને હવે તેઓ હિમ્મતવાલા સાથે પાંચમી ફિલ્મ લઈને આવી રહ્યાં છે.

દરમિયાન રીતેશ અને સૈફ સાથે બનાવવામાં આવનાર નવી ફિલ્મનું શીર્ષક હજુ નક્કી થયું નથી, પરંતુ ફિલ્મમાં જૅકલીન ફર્નાન્ડીઝ અને સોનલ ચૌહાણને પણ કાસ્ટ કરાયાં છે. સાજિદ માટે આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે તેઓ સૈફ સાથે કામ કરશે. જોકે થોડાંક વખત અગાઉ સમાચાર આવ્યા હતાં કે સાજિદ સૈફ સાથે સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવતી જુડવાની સિક્વલમાં કામ કરવાના હતાં, પરંતુ હાલ આ ફિલ્મ અંગેની કોઈ માહિતી મળતી નથી. સૈફ અને રીતેશની આ જોડી હવે પડદા ઉપર કેવોક એન્ટરટેનમેંટ કરશે, તે જોવાની બાબત રહેશે.

એમ તો સાજિદ ખાન પોતે એક બહેતરીન કૉમેડિયન છે અને તેમને કૉમેડની સારી એવી સમજણ છે. તેમની કૉમેડી ફિલ્મોએ બૉક્સ ઑફિસે સારું પ્રદર્શન કર્યું છે.

English summary
Saif Ali Khan and Ritesh Deshmukh first time teaming up for Sajid Khan's next comedy flick. Ritesh Deshmukh ans Saif Ali Khan will first tome share screen with each other. Jacqueline Fernandez and Sonal chauhan will also be seen in this film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more