જાણો લગ્ન પછી હવે શું કરશે સૈફ-કરીના

મુંબઈ, 19 ઑક્ટોબર : બૉલીવુડના હૉટ કપલ સૈફ અલી ખાન તેમજ કરીના કપૂર રસમો અને કાયદેસર રીતે તો પતિ-પત્ની બની ગયાં છે. બંનેએ પોતાના લગ્નની પાર્ટી પણ શાનદાર રીતે ઉજવી નાંખી. હવે આગળ શું? આ અંગે લોકો જાણવા ઉત્સુક છે.

Kareena & Saif

તો આવો આપને બતાવીએ. 18મી તારીખે પટૌડી પૅલેસે દાવત એ વલીમા કર્યા બાદ સૈફ-કરીના 21મી તારીખ સુધી પૅલેસમાં જ રહેશે. પછી બંને મુંબઈ પરત ફરશે અને 24મીએ કરીના સલમાન ખાનની દબંગ 2 ફિલ્મ માટે આયટમ નંબર કરશે. બીજી બાજુ 27મીએ સૈફ-કરીના પીપલ્સ એવાર્ડ્સ સમારંભમાં એક સાથે ડાંસ કરશે.

સૈફ-કરીના ડિસેમ્બરમાં હનીમૂને જશે. શક્ય છે કે બંનેનું હનીમૂન પ્લેસ સ્વિટ્ઝરલૅન્ડ હોય, પરંતુ અત્યારે બંનેએ આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. કરીનાની મનપસંદ જગ્યા સ્વિટ્ઝરલૅન્ડ છે. તેથી કહેવાય છે કે બંને હનીમૂન માટે સ્વિટ્ઝરલૅન્ડ જઈ શકે છે.

ડિસેમ્બરના છેલ્લા સપ્તાહે ભારત પરત ફર્યા બાદ કરીના પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મ તેમજ સૈફ પોતાની રેસ 2 ફિલ્મમાં વ્યસ્ત થઈ જશે. સરવાળે એમ કહી શકાય કે સૈફ-કરીના આવનાર દિવસોમાં ખાસા વ્યસ્ત રહેવાનાં છે. જોકે કરીના હનીમૂને જાય, તો કરીના અગાઉ પણ જણાવી ચુકી છે કે તે તેનું 250મું હનીમૂન હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X