લગ્ન બાદ 27મીએ પ્રથમ વાર સૈફરીનાનું સ્ટેજ પરફૉર્મન્સ

મુંબઈ, 19 ઑક્ટોબર : બૉલીવુડના નવયુગલ સૈફ અલી ખાન અને કરીના કપૂર એટલે કે સૈફરીના પોતાના લગ્ન બાદ પ્રથમ વાર 27મી ઑક્ટોબરની રાત્રે સ્ટેજ ઉપર સાથે પરફૉર્મ કરતાં દેખાશે. પ્રસંગ હશે પીપલ્સ ચૉઇસ એવૉર્ડનો.

કાર્યક્રમાના આયોજકોએ આ માહિતી આપી. આ કાર્યક્રમ કલર્સ ચૅનલ ઉપર પ્રસારિત થશે. કલર્સના સીઈઓએ જણાવ્યું કે અમે પોતે સૈફરીનાના ડાંસને લઈને ઘણાં ઉત્સાહિત છીએ.

આપને જણાવી દઇએ કે સૈફ-કરીનાએ પાંચ વર્ષના લાંબા અફૅર બાદ ત 16મી ઑક્ટોબરે લગ્ન કર્યાં છે. આ લગ્નનું ગ્રાંડ ફંક્શન ગઈકાલે રાત્રે ગુડગાંવ ખાતે આવેલ પટૌડી પૅલેસમાં યોજાયું.

સૈફરીના ઉપરાંત આ શોમાં માધુરી દીક્ષિત, પરીણિતી ચોપરા, પ્રિયંકા ચોપરા જેવી અન્ય બૉલીવુડ હસ્તીઓ પણ સ્ટેજ પરફૉર્મન્સ કરશે. આ શોને હોસ્ટ કરશે આયુષ્માન ખુરાના. આયુષ્માને વિક્કી ડૉનર દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ શોની અસલી ટીઆરપી સૈફ-કરીનાનું સ્ટેજ પર આવવું જ રહેશે. તેથી જે લોકો સૈફરીનાને સાથે જોવા માંગતા હોય, તેઓએ 27મી ઑક્ટોબરની રાહ જોવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X