For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટૌડી પૅલેસે સૈફરીનાનું દાવત-એ-વલીમા આજે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 ઑક્ટોબર : આજે સૈફના પૈતૃક ગામ પટૌડી ખાતે આવેલ પટૌડી પૅલેસમાં શાનદાર દાવત-એ-વલીમાનું આયોજન કરાયું છે. આ રૉયલ ફંક્શનમાં નામચીન હસ્તીઓ પહોંચવાના સમાચાર છે.

Saif & Kareena

કહેવાય છે કે આ પાર્ટી માટે સૈફના માતા શર્મિલા ટાગોર દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી, આયોજન પંચના ઉપાધ્ય મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતા, ભાજપ નેતા અરુણ જેટલી, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ જેવી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આજના ફંક્શનને પૂર્ણત્વે મોઘલો અને નવાબોને ધ્યાનમાં રાખી યોજવામાં આવી રહ્યું છે. કરીના આજે મનીષા મલ્હોત્રા દ્વારા ડિઝાઇન્ડ કપડાં પહેરશે, તો છોટે નવાબ રાઘવેન્દ્ર રાઠૌડ દ્વારા ડિઝાઇન્ડ કરેલા કપડાં પહેરશે.

ગઈકાલે મુંબઈની તાજમહલ હોટેલમાં બૉલીવુડના ગોલ્ડન હૉટ કપલ સૈફ-કરીનાએ પ્રતિજ્ઞા લઈ પોતાનું પતિ-પત્ની થવાનું ધર્મ નિભાવ્યું. આ અગાઉ કરીના-સૈફે મંગળવારે બપોરે કોર્ટ મૅરેજ કર્યાં તેમજ સાંજે નિકાહ પઢ્યાં. કરીના-સૈફ 21મી ઑક્ટોર સુધી પટૌડી પૅલેસમાં રહેશે.

English summary
Saif Ali Khan and Kareena Kapoor's big wedding reception at Pataudi Palace Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X