કોણે કહ્યું કે સૈફ-કરીના લગ્ન કરે છે
મુંબઈ, 19 સપ્ટેમ્બર : કહે છે કે સલમાન ખાન જેવો મિત્ર આખા બૉલીવુડમાં કોઈ નથી. તેઓ પોતાના મિત્રો ઉપર સૌથી વધુ મહેરબાન હોય છે અને ક્યારેય પણ મિત્ર અને મિત્રતા અંગે ખોટું નથી બોલતા. સાથે જ ખોટું સહન પણ નથી કરતાં.

આ વાત ત્યારે સામે આવી, જ્યારે કોઈકે સલમાનને પ્રશ્ન કર્યો કે તેઓ કરીના-સૈફના લગ્નમાં જોડાશે. જવાબમાં ભડકી ગયેલા સલમાને જણાવ્યું કે શું બકવાસ કરી રહ્યા છો તમે લોકો, ક્યારે થઈ રહ્યાં છે સૈફ-કરીનાના લગ્ન, યાર મને ખબર નથી અને તમે લોકોને કઈંક વધારે જ ખબર છે.
સલમાનના આવા વર્તનથી સૌને એક વાર તો એવું લાગ્યું કે શક્ય છે કે સૈફ-કરીના લગ્ન ન પણ કરતા હોય, કારણ કે બંનેના જ કુટુમ્બીઓએ આ અંગે ખુલીને કોઈ વાત પણ નથી કરી. જ્યારે કેટલાંક લોકોનું કહેવું છે કે શક્ય છે કે સલમાનને આમંત્રણ ન મળ્યું હોય. તેથી તેઓ આ રીતે ખિજાઈ ગયાં.
નોંધનીય છે કે કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન 17મી ઑકટોબરે થવાની અટકળો છે. કહેવાય છે કે સૈફના મમ્મી શર્મિલા ટાગોર સૌને લગ્નના કાર્ડ્સ વહેંચી રહ્યાં છે. શક્ય છે કે શર્મિલા આંટીએ અત્યાર સુધી સલમાન ખાનને કાર્ડ ન આપ્યો હોય. તેથી સલમાન આ પ્રકારની વાતો લોકો સામે કરી બેઠા.












Click it and Unblock the Notifications
