રાની મુખર્જી સાથે કિસિંગ સીન પર સૈફ, આટલો ખરાબ અનુભવ ક્યારેય થયો નથી!
સૈફ અલી ખાન અને રાની મુખર્જી ફિલ્મ બંટી ઔર બબલી 2 માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાગ પણ છે. યશ રાજ બેનરે સૈફ અને રાની વચ્ચેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે.
મુંબઈ, 18 નવેમ્બર : સૈફ અલી ખાન અને રાની મુખર્જી ફિલ્મ બંટી ઔર બબલી 2 માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાગ પણ છે. યશ રાજ બેનરે સૈફ અને રાની વચ્ચેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે. જેમાં બંને ફિલ્મ, કરિયર અને પોતાના વિશે વાત કરી રહ્યાં છે. સૈફ અને રાનીએ હમ તુમ ફિલ્મમાં તેમના સીન વિશે પણ વાત કરી છે. સૈફ કહે છે કે આ સીન ખૂબ જ ખરાબ અનુભવ હતો, તો રાનીએ પણ તેને અસહજ ગણાવ્યો હતો.

ક્યાં સીનની વાત કરી રહ્યાં છે સૈફ અને રાની?
યશરાજ ફિલ્મ્સ દ્વારા બંટી ઔર બબલી 2 નાં પ્રમોશન માટે રિલીઝ કરવામાં આવેલ સૈફ અને રાનીનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. સૈફ અલી ખાન અને રાની મુખર્જી હમ તુમના તેમના કિસિંગ સીન વિશે વાત કરી રહ્યા છે. સૈફ અલી ખાને આ સીન વિશે કહ્યું કે, તે દિવસે રાની મારી સાથે ખૂબ જ સન્માનપૂર્વક વર્તી રહી હતી. રાની મારી પાસે આવી અને કહ્યું કે તમે ડિરેક્ટરને કહો કે કિસિંગ સીન ન કરે. મેં જવાબ આપ્યો કે હું આ ન કરી શકુ. મારા બોસે મને આ કરવાનું કહ્યું છે, મારે કરવું પડશે.

આ સીન નહતો કરવો જોઈતો
સૈફે કહ્યું કે ત્યારે પણ અમને લાગ્યું કે આ સીન ન કરવો જોઈએ. સૈફ પછી રાની મુખર્જી આખરે થોડી આનાકાની પછી રાજી થઈ ગઈ. સૈફે કહ્યું કે હવે આ સીન સિનેમાના ઈતિહાસમાં સૌથી ગંદો કિસિંગ સીન માનવામાં આવશે. અમે બંને સ્ક્રીન પર ખૂબ જ અસ્વસ્થ દેખાતા હતા. તે ખૂબ જ ખરાબ અનુભવ હતો.

દર્શકોને હમ તુમ ખૂબ પસંદ આવી હતી
સૈફ અને રાની ભલે ફિલ્મ હમ તુમમાં રોમાન્સ કરવા માટે સહજ ન હોય પરંતુ દર્શકોને તેમની જોડી પસંદ આવી હતી. વર્ષ 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મ માટે સૈફ અલી ખાનને એવોર્ડ પણ મળ્યો હતો.

સૈફ અને રાની લાંબા સમય પછી સાથે જોવા મળશે
સૈફ અને રાની લાંબા સમય બાદ ફરી એકસાથે સ્ક્રીન પર જોવા મળશે. સૈફ અને રાનીની ફિલ્મ બંટી ઔર બબલી-2 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, પ્રેમ ચોપરા, અસરાની, યશપાલ શર્મા સિદ્ધાંત ચતુર્વેદી, શર્વરી વાગ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન વરુણ વી શર્માએ કર્યું છે. બંટી ઔર બબલી 2 ઉપરાંત સૈફ અલી ખાને તાજેતરમાં ઓમ રાઉતની આદિપુરુષનું શૂટિંગ પણ પૂરું કર્યું છે. જેમાં તે પ્રભાસ અને કૃતિ સેનન સાથે જોવા મળશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
