હમશકલમાં ટ્રિપલ રોલમાં દેખાશે સૈફ-રીતેશ-રામ
મુંબઈ, 25 જૂન : બૉલીવુડ અભિનેતાઓ સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ તથા રામ કપૂર આગામી હાસ્ય ફિલ્મ હમશકલમાં ત્રેવડી ભૂમિકાઓમાં નજરે પડશે. આવતા વર્ષે જૂનમાં રિલીઝ થનાર ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થશે.

પૂજા એંટરટેનમેંટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ તથા ફૉક્સ સ્ટાર સ્ટુડિયોના સહ-નિર્માણમાં બનનાર હમશકલ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાન કરશે. સાજિદ અગાઉ હે બેબી, હાઉસફુલ તેમજ હાઉસફુલ 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.
એક નિવેદનમાં જણાવાયું છે કે હમશકલ કૉમેડી ફિલ્મ હશે. ત્રણે કલાકારો રામ કપૂર, સૈફ અલી ખાન તેમજ રીતેશ દેશમુખ ત્રણ જુદી-જુદી ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
