હમશકલ્સ : જુઓ સૈફ, રીતેશ અને રામના ટ્રિપલ અવતાર!

મુંબઈ, 22 માર્ચ : બૉલીવુડ અભિનેતાઓ સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ તથા રામ કપૂર આગામી હાસ્ય ફિલ્મ હમશકલ્સમાં ત્રેવડી ભૂમિકાઓમાં નજરે પડશે. આવતા વર્ષે જૂનમાં રિલીઝ થનાર ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ફિલ્મનું પોસ્ટર પણ હવે રિલીઝ થઈ ગયું છે.

પૂજા એંટરટેનમેંટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ તથા ફૉક્સ સ્ટાર સ્ટુડિયોના સહ-નિર્માણમાં બનનાર હમશકલ્સ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાન કરી રહ્યાં છે. સાજિદ અગાઉ હે બેબી, હાઉસફુલ તેમજ હાઉસફુલ 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે. હમશકલ્સ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે કે જેમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર ત્રણેય ટ્રિપલ અવતારમાં દેખાઈ રહ્યાં છે. હમશકલ્સ કૉમેડી ફિલ્મ હશે. ત્રણે કલાકારો રામ કપૂર, સૈફ અલી ખાન તેમજ રીતેશ દેશમુખ ત્રણ જુદી-જુદી ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મૉરેશિયસમાં કરવામાં આવ્યું છે.

ચાલો તસવીરોમાં જોઇએ સૈફ-રીતેશ-રામના ટ્રિપલ અવતાર :

પોસ્ટર રમૂજી

પોસ્ટર રમૂજી

હમશકલ્સ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. પોસ્ટર જોઈને જ અંદાજો આવી જાય છે કે આ ફિલ્મ જોરદાર કૉમેડી ધરાવતી હશે. ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર હીરો છે અને ત્રણે ટ્રિપલ રોલમાં છે.

સૈફના ટ્રિપલ અવતાર

સૈફના ટ્રિપલ અવતાર

હમશકલ્સ ફિલ્મમાં પહેલી વાર ટ્રિપલ રોલ કરી રહેલા સૈફ અલી ખાન કંઇક આમ ત્રણ અવતારોમાં દેખાશે.

રીતેશના ટ્રિપલ અવતાર

રીતેશના ટ્રિપલ અવતાર

સાજિદ ખાનની ફિલ્મ હમશકલ્સમાં રીતેશ દેશમુખે આ પ્રકારના ત્રણ અવતારો ધર્યાં છે.

રામના ટ્રિપલ અવતાર

રામના ટ્રિપલ અવતાર

ટીવી સીરિયલોમાં નામના મેળવનાર રામ કપૂર પણ હમશકલ્સ ફિલ્મમાં આમ ત્રણ રમૂજી અવતારોમાં નજરે પડશે.

ત્રણ-ત્રણ હમશકલ્સ

ત્રણ-ત્રણ હમશકલ્સ

વાસુ ભાગનાની નિર્મિત હમશકલ્સ ફિલ્મ 20મી જૂને રિલીઝ થવાની છે.

મૉરેશિયસમાં શૂટિંગ

મૉરેશિયસમાં શૂટિંગ

હમશકલ્સ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મૉરેશિયમાં થયું છે કે જ્યાં સૈફના પત્ની કરીના કપૂરે પણ સેટ ઉપર હાજરી આપી હતી.

જેનેલિયા પણ પહોંચ્યાં

જેનેલિયા પણ પહોંચ્યાં

હમશકલ્સના સેટ ઉપર રીતેશના પત્ની જેનેલિયા ડીસૂઝાએ પણ હાજરી આપી હતી.

આમિરની મુલાકાત

આમિરની મુલાકાત

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હમશકલ્સના સેટ ઉપર રીતેશ દેશમુખ સાથે ચર્ચા કરતાં નજરે પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X