8:9:10:11:12:13એ સાયરાનું દિલીપને ‘હૅપ્પી બર્થ ડે’
મુંબઈ, 11 ડિસેમ્બર : આજનો દિવસ ખાસ છે. આજે 11 તારીખ, 12મો મહીનો અને 13મો વર્ષ છે એટલે 11-12-13. આ દિવસને લોકો પોત-પોતાની રીતે ઉજવે છે અને યાદગાર બનાવી રહ્યાં છે, તો બીજી બાજુ બૉલીવુડના અભિનય સમ્રાટ દિલીપ કુમાર માટે પણ આજનો 91મો જન્મ દિવસ 11-12-13ના કારણે ખાસ બની ગયો.

સાયરાએ જણાવ્યું - ભગવાને જે અમને આપ્યું છે, તે બદલ અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે પરિવારના સભ્યો અને તેમની દેખભાલ કરતાં 30થી 40 તબીબો સાથે તેમનો જન્મ દિવસ ઉજવીશું. આ તબીબો અમારા પારિવારિક સભ્યો જેવા જ છે. દેવદાસ, મધુમતી તથા મુગલ-એ-આઝમ જેવી ફિલ્મો માટે જાણીતા દિલીપ કુમારને જન્મ દિવસે ગઈકાલથી જ શુભેચ્છાઓ મળવી લાગી હતી.
સાયરાએ જણાવ્યું - તેમનો દિવસ સારો રહ્યો છે. ગત રાત્રિથી જ શુભેચ્છાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તેઓ સવારથી જ વ્યસ્ત છે અને તેથી થાકી ગયા છે. ગોપી અને સાગિના જેવી ફિલ્મોમાં દિલીપ કુમાર સાથે અભિનય કરનાર સાયરાબાનુએ પાલી હિલ ખાતે આવેલ પોતાના ઘરે સાંજે પાર્ટી રાખી છે. આ વર્ષે દિલીપનો જન્મ દિવસ 11-12-13એ આવ્યો છે. સાયરાબાનુએ જણાવ્યું - આજે વધુ ખાસ દિવસ છે, કારણ કે આજે 11-12-13 છે. મેં પણ તેમને આઠ વાગીને નવ મિનિટ અને 10 સેકેંડે શુભેચ્છા પાઠવી કે જેથી તે 8-9-10-11-12-13નો સંયોગ બની ગયો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
