Sajid Khan Passed Away: મધર ઇન્ડિયાના એક્ટર સાજિદ ખાનનું નિધન, જાણો મોતનું કારણ

Sajid Khan Passed Away: ફિલ્મ જગતમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ફિલ્મ મધર ઇન્ડિયામાં સુનિલ દત્તના બાળપણની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત અભિનેતા સાજિદ ખાનનું નિધન થયું છે.

સાજિદ ખાન લાંબા સમયથી કેન્સરની જંગ લડી રહ્યા હતા. તમામ પ્રયાસો બાદ પણ એક્ટર બચી શક્યો ન હતો. તેમણે 70 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સાજિદ ખાનનું નિધન 22 ડિસેમ્બરના રોજ થયું હતું, પરંતુ આ માહિતી હવે આપવામાં આવી છે. પીટીઆઈને માહિતી આપતા સાજિદ ખાનના એકમાત્ર પુત્ર સમીરે કહ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યો હતા, અને 22 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તેઓ કેટલાક સમયથી ફિલ્મોમાં સક્રિય ન હતા અને મોટાભાગે સમાજ સેવામાં રોકાયેલા હતા.

Sajid Khan Passed Away

સાજિદ ખાનના પુત્રએ પણ જણાવ્યું હતું કે, મારા પિતાને રાજકુમાર પીતામ્બર રાણા અને સુનીતા પીતામ્બરે દત્તક લીધા હતા અને તેમનો ઉછેર ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાને કર્યો હતો. તે અવારનવાર કેરળ જતા હતા. આ સમય દરમિયાન, તેમણે કોઈને પસંદ કર્યું અને ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાજિદ ખાને માત્ર બોલીવુડમાં જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ લેવલ પર પણ સિદ્ધિઓ હાંસલ કરી છે. મધર ઈન્ડિયા ફિલ્મ સિવાય તેમણે માયા અને ધ સિંગિંગ ફિલિપિનાથી પણ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે અમેરિકન ટીવી શો ધ બિગ વેલીના એક એપિસોડમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.

આ સિવાય તે મ્યુઝિક શો ઇટ્સ હેપનિંગમાં જજ બન્યો હતો. અભિનેતાના અંતિમ સંસ્કાર કેરળના અલપ્પુઝા જિલ્લામાં કયામકુલમ ટાઉન જુમા મસ્જિદમાં કરવામાં આવ્યા હતા. ચાહકોએ તેમને યાદ કર્યા અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X