Pics : સલમાન છે બુધવારી બાદશાહ, બૉસ-બેશરમ બુદ્ધૂ
મુંબઈ, 21 ઑક્ટોબર : બુધવારનો બાદશાહ છે દબંગ, જ્યારે બૉસ અને બેશરમ માર ખાઈ ગયાં છે. કદાચ એટલે જ હવે બૉલીવુડમાં બુધવારના દિવસે ફિલ્મો રિલીઝ કરવાનો ટ્રેન્ડ વધુ આગળ નહીં ધપી શકે.
અક્ષય કુમાર અભિનીત બૉસ ફિલ્મ ગત બુધવારે રિલીઝ થઈ અને તે અગાઉ રણબીર કપૂર અભિનીત બેશરમ પણ બુધવારે રિલીઝ થઈ હતી. બંનેના હાલ સારા નથી રહ્યાં. તેથી બૉલીવુડમાં બુધવારનો ટ્રેન્ડ વધુ ચાલી શકે, તેવી શક્યતા લાગતી નથી. બુધવારની બાબતમાં બૉલીવુડના દબંગ સલમાન ખાન બાદશાહ સાબિત થયા છે. સલમાન અગાઉ એક વાર આ પ્રયોગ કરી ચુક્યાં છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે.
સલમાન ખાનની એક થા ટાઇગર ફિલ્મ બુધવારના દિવસે રિલીઝ થઈ હતી. તે દિવસે ઈદ પણ હતી. તેવી જ રીતે અક્ષય કુમારે પણ પોતાની ફિલ્મ બૉસ ગત બુધવારે રિલીઝ કરી હતી અને યોગાનુયોગે તે દિવસે પણ ઈદ જ હતી, પરંતુ ટાઇગર અને બૉસ વચ્ચે જમીન-આસમાનનો ફરક રહ્યો છે, કારણ કે એક થા ટાઇગર સુપર હિટ રહી હતી, તો બૉસ ચિત્ત થઈ ચુકી છે. બૉસ અગાઉ રણબીર કપૂર અભિનીત બેશરમ ફિલ્મ પણ બુધવારે રિલીઝ થઈ. જોકે તે દિવસ ઈદ નહીં, પણ 2જી ઑક્ટોબર ગાંધી જયંતી હતી. એટલે રજાનો દિવસ તો હતો જ, પરંતુ આમ છતાં બેશરમ કોઈ કમાલ ન કરી શકી.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ બુધવાર અને બૉલીવુડ :

એક થા ટાઇગર
સલમાન ખાનની એક થા ટાઇગર ફિલ્મ 15મી ઑગસ્ટ, 2012ના રોજ એટલે કે બુધવારે રિલીઝ થઈ હતી. તે દિવસે ઈદ હતી અને એક થા ટાઇગરની પહેલા દિવસની કમાણી હતી 32.92 કરોડ રુપિયા.

બેશરમ
બેશરમ ફિલ્મ પણ બુધવારના રોજ રિલીઝ થઈ હતી. ગત 2જી ઑક્ટોબર ગાંધી જયંતીની રજાના દિવસે રિલીઝ થયેલી બેશરમ ફિલ્મ અત્યાર સુધી માંડ 58 કરોડનો વ્યવસાય કરી શકી છે, જ્યારે ફિલ્મનું બજેટ 50 કરોડ રુપિયાનુ હતું.

બૉસ
બેશરમની જેમ બૉસ ફિલ્મ પણ બુધવારના રોજ ઈદની રજાના દિવસે રિલીઝ થઈ, પરંતુ પહેલા દિવસે માંડ 15 કરોડ રુપિયાની કમાણી કરી શકી આ ફિલ્મ. પ્રથમ પાંચ દિવસની કમાણી 45.5 કરોડ રુપિયા રહી છે.
और भी... http://aajtak.intoday.in/story/unlucky-wednesday-for-bollywood-1-745060.html

શુક્રવાર બરાબર
બૉલીવુડ અને શુક્રવારનો બરાબર મેળ લાગે છે. એટલે જ તો કદાચ ક્રિશ 3 ફિલ્મની રિલીઝ ડેટ 4થી નવેમ્બર સોમવારના સ્થાને 1લી નવેમ્બર શુક્રવાર કરી નાંખવામાં આવી.












Click it and Unblock the Notifications
