શાહરુખને મુકી સલમાન સાથે નિકટતા વધારતાં પ્રિયંકા
મુંબઈ, 21 જાન્યુઆરી : પ્રિયંકા ચોપરા કાયમ બૉલીવુડના કિંગ ખાન શાહરુખના કૅમ્પમાં જ રહ્યાં છે, પરંતુ ગત વર્ષે પ્રિયંકા અને સલમાન ખાન વચ્ચેની નિકટતાઓ ખૂબ વધી. પછી સલમાનના કૌટુમ્બિક સભ્યો સાથે પણ પ્રિયંકા ખૂબ નજીક થતા દેખાયાં. ગત વર્ષે જ પ્રિયંકા ચોપરા સલમાન ખાનના બાંદ્રા ખાતે આવેલ તેમના બંગલાની બહાર દેખાયા હતાં. પછી તો ઘણાં દિવસો સુધી સલમાન અને પ્રિયંકાની આ નિકટતાઓ ચર્ચામાં રહી. લોકોએ તો અહીં સુધી જણાવ્યું કે સલમાનની સફળતા બાદ હવે પ્રિયંકા સલમાનને દિગ્દર્શકો માટે પોતાને રિકમંડ કરવા કહી રહ્યાં છે. પ્રિયંકાને સલમાનની નાની બહેન અર્પિતા સાથે પણ અનેક વાર જોવામામાં આવ્યું. કરણ જૌહરની પાર્ટી દરમિયાન પ્રિયંકા ચોપરા પણ દેખાયા હતાં.
અર્પિતાએ પ્રિયંકા સાથે કરણની પાર્ટીમાં ઘણો બધો સમય વિતાવ્યો અને બીજા દિવસે ટ્વિટર પર પોતાની અને પ્રિયંકાની તસવીર પણ ટ્વિટ કરી અને લખ્યું કે લોકો વગર કોઈ સ્વાર્થે પણ મિત્ર હોઈ શકે છે. મજાની વાત એ છે કે થોડાંક વર્ષ અગાઉ બંને એક્ટર એક-બીજાને મળવાથી પણ ખચકાતા હતાં. એવું કહેવાયું કે પ્રિયંકાએ સલમાનના ભાઈ સોહેલ ખાનના પ્રોડક્શનમાં બનેલ મૈં ઔર મિસિસ ખન્ના ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. સાથે જ નમસ્તે લંડન માટે પણ પ્રિયંકા પ્રથમ પસંદગી હતાં, પરંતુ અફવાઓ મુજબ સલમાન ખાને ફિલ્મમેકરને જણાવ્યું કે તેઓ પ્રિયંકાના સ્થાને કૅટરીના કૈફને લે. પછી સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે ગેરસજમણો ઊભી થઈ હતી.
પરંતુ હવે પ્રિયંકા તથા સલમાન ખાન વચ્ચેની ગેરસજમણો મહદઅંશે દૂર થઈ ગઈ છે અને બંને કલાકારો એક-બીજા સાથે કામ કરવામાં પણ હવે અનુકૂળતા અનુભવે છે. તાજેતરમાં દુબઈ ખાતે થયેલ એક ઈવેન્ટ દરમિયાન સલમાન અને પ્રિયંકાએ એક સાથે રજુઆત કરી હતી અને એમ પણ કહ્યુ હતું કે સલમાન ખાન તેમના ફેવરિટ એક્ટર છે. જોકે સલમાને પોતે જ પ્રિયંકાને જણાવ્યું હતું કે તેઓ એમ કહે.
આવો આપણે જોઇએ સલમાન અને પ્રિયંકાની કેટલીક વણજોયેલી તસવીરો.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા એક સાથે.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
સલમાન-પ્રિયંકા એક ઈવેન્ટ દરમિયાન સાથે ડાંસ કરતાં.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
સલમાન અને પ્રિયંકા પોતાના ફૅન્સ સાથે.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
સોહેલ ખાન સાથે સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
એક ઍવૉર્ડ ફંક્શન દરમિયાન સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
ગત વર્ષે પ્રિયંકા ચોપરા સલમાનના બાંદ્રા ખાતે આવેલ બંગલાની બહાર દેખાયા હતાં.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
રૅમ્પ ઉપર વૉક કરતાં સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
શુટિંગ દરમિયાન સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
ફોટોશુટ દરમિયાન સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
ઈવેન્ટ દરમિયાન સલમાન-પ્રિયંકા.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
દુલ્હનની ડ્રેસમાં પ્રિયંકા-સલમાન.

સલમાન-પ્રિયંકાની નિકટતાની બોલતી તસવીરો
પ્રિયંકા સહિત બૉલીવુડ બ્યુટીઝ સાથે સલમાન ખાન.
આ પણ વાંચો :












Click it and Unblock the Notifications
