સલમાનના ઘરની બહાર માતા-પુત્રીએ મચાવ્યો હોબાળો!

મુંબઈ, 30 ઑગસ્ટ : સલમાન ખાન જો કંઈ ન પણ કરે, તો તોય તેમના નામે મીડિયામાં ચર્ચાઓ થતી જ રહે છે. ગઈકાલે રાત્રે 1 વાગ્યે સલમાન ખાન અને તેમના બૉડીગાર્ડ દ્વારા બે મહિલાઓ સાથે મારઝૂડ કરવાના સમાચારો હતાં. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી, તો ખુલાસો થયો કે એક મહિલા અને તેની પુત્રી બાંદ્રા પોલીસ સ્ટેશને બેસી સલમાન ખાન સામે કોઈ ફરિયાદ નોંધાવી રહી હતી. કેટલાંક મીડિયાવાળાઓનું કહેવું છે કે આ બંને મહિલાઓએ સલમાન ખાનને આતંકવાદી કહ્યો અને એમ પણ કહ્યું કે સલમાનના બૉડીગાર્ડે તે લોકોને માર્યાં છે.

salman

સલમાન ખાનના બૉડીગાર્ડ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યાં, પરંતુ આ બાબતે ચિત્ર સ્પષ્ટ થયું નથી. થોડાક સમય બાદ એમ જાણવા મળ્યું કે આ માતા-પુત્રીએ પોલીસ સ્ટેશને હાજર એક સિદ્દીકી નામની વ્યક્તિને પણ માર્યું અને તેથી તેણે હૉસ્પિટલે જવું પડ્યું. આ બનાવ વખતેપોલીસ સ્ટેશને કોઈ મહિલા કૉન્સ્ટેબલ હાજર નહોતી. તેથી પુરુષ પોલીસવાળાઓએ આ બંને માતા-પુત્રીને બહાર ન કાઢી શક્યાં. આ બંનેએ પોલીસ સ્ટેશનમાં ખૂબ હોબાળો મચાવ્યો અને સલમાન વિશે ઉંધુ-સીધું બોલ્યાં.

મીડિયાને પોલીસ સ્ટેશને જોઈ માતા-પુત્રી વધુ હોબાળો કરવા લાગી. તેથી પોલીસે મીડિયાવાળાઓને આ બંને મહિલાઓ સાથે વાતચીત કરવાની મંજૂરી ન આપી. મીડિયાવાળા રાત ભર આ કેસ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યાં, પણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. એમ કહેવાયું કે આજે સવારે સલમાન ખાન પોતે પોલીસ સ્ટેશને આવશે, પણ એવુંય ન બન્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X